SBI Utsav Fixed Deposit Scheme: જેમ જેમ દેશ સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ આ પ્રસંગે એક ખાસ ટર્મ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે, જેનું નામ ઉત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે. આ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ટૂંકા ગાળા માટે જ છે, જેના પર થાપણદારોને વધુ વળતર મળે છે.


SBIએ ટ્વીટ કરીને આ ડિપોઝિટ સ્કીમ વિશે જાણકારી આપી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે SBI ઉત્સવ ડિપોઝિટ સ્કીમ લઈને આવી છે, જેમાં રોકાણ પર વધુ વ્યાજ મળશે. SBIની ઉત્સવ ડિપોઝિટ સ્કીમમાં, રોકાણકારોને 1000 દિવસની FD પર 6.10 ટકા વ્યાજ મળશે. બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધુ વ્યાજ મળશે.






SBI ઉત્સવ ડિપોઝિટ સ્કીમ 15 ઓગસ્ટ, 2022 થી આગામી 75 દિવસ માટે ખુલ્લી રહેશે. તાજેતરમાં, SBI એ 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ ધરાવતી FD પરના વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે 13 ઓગસ્ટ, 2022થી અમલમાં આવ્યો છે. SBIએ તમામ મુદતની FD પર વ્યાજ દરોમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. SBIએ 1 વર્ષથી 2 વર્ષની મુદતવાળી FD પર વ્યાજ દર 5.30 ટકાથી વધારીને 5.45 ટકા કર્યો છે. SBIએ 5 થી 10 વર્ષની FD પર વ્યાજ દર 5.50 ટકાથી વધારીને 5.65 ટકા કર્યો છે.


આ પણ વાંચોઃ


Independence Day: ક્યારે અને કેવી રીતે તિરંગો ઉતારવામાં આવે છે, જાણો શું છે તેની જાળવણીના નિયમો


નવી મારુતિ સ્વિફ્ટ 1 કિલો સીએનજીમાં 31 કિમી દોડશે, જાણો કેટલી છે કિંમત અને શું છે ફીચર્સ