સ્વૈચ્છિક વાહન સ્ક્રેપિંગ માટે ખાનગી વાહનો માટે 20 વર્ષ અને કોમર્શિયલ વાહનો માટે 15 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આ નીતિના ચાર મુખ્ય ઘટક છે, છૂટ ઉપરાં, પ્રદૂષણ ફેલાવનારા વાહનો પર ગ્રીન ટેક્સ અને અન્ય ટેક્સની જોગવાઈ છે. આ વાહનોએ ઓટોમેટિક સુવિધાઓમાં ફરજિયાત ફિટનેસ અને પ્રદૂષણ પરીક્ષણોમાંથી પસાર થવું પડશે, તેના માટે દેશમાં ઓટોમેટિક ફિટનેસ સેન્ટરની જરૂરિયાત પડશે અને અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ઓટોમેટિક ફિટનેસ ટેસ્ટિંગ પીપીપી મોડલ અંતર્ગત બનાવવામાં આવશે, જ્યારે સરકારી ખાનગી ભાગીદારો અને રાજ્ય સરકારોને વાહનોના સ્ક્રેપિંગ કરવા માટે સંયંત્ર લગાવાવમાં મદદ કરશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, જે વાહન ઓટોમેટિક ટેસ્ટ પાસ નહીં કરી શકે, તેને ચલાવવા પર દંડ લાગશે. તેમણે કહ્યું કે, આ નીતિન વાહન ક્ષેત્ર માટે એક વરદાન સાબિત થવા જઈ રહી છે. આ વાહન ઉદ્યોગને સૌથી વધારે લાભકારી ક્ષેત્રોમાંથી એક બનાવી રહ્યું છે, જેનાથી અનેક રોજગારી ઉભી થશે.