મુંબઈઃ સેબીએ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની કંપની પર 40 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. રિલાયન્સ પેટ્રોલિયમના શેરોના ટ્રેડિંગ સાથે સંકળાયેલા મામલા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 25 કરોડ અને મુકેશ અંબાણીને 15 કરોડ રૂપિયાનો દંદ કરવામાં આયો છે. આ મામલે અન્ય બે કંપનીઓ નવી મુંબઈ એસઈઝેડ પ્રાઇવેટ લિમિટેડને પણ 20 કરોડ અને મુંબઈ એસઈઝેડ લિમિટેડને 10 કરોડનો દંડ કર્યો છે.


શું છે આરોપ

સેબીએ આ દંડ શેરના ભાવને ખોટી રીતે પ્રભાવિત કરવા માટે લગાવ્યો છે. રિલાયન્સ પેટ્રોલિયમ પહેલા અલગ લિસ્ટેડ કંપની હતી. માર્ટ 2007માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ પેટ્રોલિયમનો 4.1 ટકા શેર વેચવાની જાહેરા કરી હતી. જ્યારે નવેમબર 2007માં રિલાયન્સના ભાવ ઘટવા લાગ્યા ત્યારે રિલાયન્સ પેટ્રોલિમના શેર ખરીદવામાં-વેચવામાં આવ્યા હતા. 2009માં રિલાયન્સ પેટ્રોલિયમનું મર્જર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવ્યું હતું.

શું કહ્યું સેબીએ

સેબીએ પોતાના ફેંસલામાં કહ્યું, શેરની કિંમતમાં કોઈપણ પ્રકારના મેનિપુલેશનથી બજારમાં રોકાણકારોનો ભરોસો તૂટે છે. તેનાથી રોકાણકારોને નુકસાન થાય છે. સેબીના કહેવા મુજબ, શેરેના ખરીદ-વેચાણ પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હતી તેવી સામાન્ય રોકાણકારોને જાણકારી નહોતી. આ વેચાણ ખોટી રીતે કરવામાં આવ્યું હતું. તેની અસર રિલાયન્સ પેટ્રોલિયમના શેરને થયું હતું. જેનાથી રોકાણકારોને નુકસાન થયું હતું.

સેબીએ 24 માર્ચ 2017ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને 12 પ્રમોટર્સને 447 કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. આ ઉપરાંત શેર ટ્રેડિંગ પર રોક લગાવી દીધી હતી. કંપનીએ આ સામે સિક્યુરિટીઝ અલીટે ટ્રિબ્યૂનલમાં અપીલ કરી હતી. નવેમ્બર 2020માં ટ્રિબ્યૂનલે સેબીના ફેંસલાનો યોગ્ય ગણાવીને કંપનીની અપીલ ફગાવી દીધી હતી. કંપનીએ કહ્યું હતું કે, તેઓ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જશે.

રોહિત શર્મા આવતાં જ આ સ્ટાર ગુજરાતી ક્રિકેટરનું વાઇસ કેપ્ટન પદ છીનવાયું, જાણો વિગત

રાશિફળ 2 જાન્યુઆરીઃ આ રાશિના જાતકોને થઈ શકે છે નુકશાન, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ