મુંબઈ: કોરોના વાઈરસે દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો છે જેને કારણે વિશ્વભરના બજારોમાં ભારે આર્થિક સ્થિત ખરાબ જોવા મળી રહી છે. વિશ્વના તમામ બજારો સતત ઘટી રહ્યા છે. ભારત સહિત વિશ્વના 7 દેશના બજારોમાં અચાનક જ લોઅર સર્કિટ લાગી ગઈ હતી. જેને લઈને અનેક બજારોમાં ટ્રેડિંગ કામકાજ અટકાવી દેવામાં આવ્યું હતું.

ભારતમાં લોઅર સર્કિટને કારણે 45 મીનિટ સુધી ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ પહેલા 2008માં બજારને લોઅર સર્કિટને લીધે બંધ કરવું પડ્યું હતું. ગઈકાલે અમેરિકાના ડાઉ જોન્સનું ટ્રેડિંગ 15 મીનિટ સુધી અટકાવવુ પડ્યું હતું.

કોરોના વાયરસ વિશ્વમાં મહામારી બની જતાં અને અમેરિકાએ યુરોપના દેશોમાંથી લોકોના આવવા પર પ્રતિબંધ મૂકી દેતાં વૈશ્વિક બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સમાં કડાકાએ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જને 15 મીનિટ માટે બંધ કરી દેવું પડ્યું હતું. ત્યાર બાદ શુક્રવારે ભારતીય શેર બજારોમાં ઐતિહાસિક નીચલી સર્કિટનો કડાકો બોલાતાં ભારતીય શેર બજારોને 45 મીનિટ માટે બંધ કરી દેવું પડ્યું હતું.

ભારતીય શેરબજારમાં મંદીની સર્કીટ લાગતા 45 મીનિટ માટે બજાર કામકાજને બંધ કરવું પડ્યું હતું. શુક્રવારે અમેરિકાના બજારોમાં ભારે કડાકા બાદ આજે એશિયાના બજારોમાં મોટી આર્થિક ખુવારી સર્જાઈ છે. જોકે વર્ષ 2008ની સબપ્રાઈમ કટોકટીના સમયે એટલે કે, આશરે 12 વર્ષ પહેલા ભારતીય શેરબજારમાં મંદીની સર્કિટ લાગતાં બજાર કામકાજ બંધ કરી દેવું પડ્યું હતું.