બજેટ પહેલા છેલ્લા છ દિવસથી સેન્સેક્સમાં આવેલ ઘટાડાને પગલે રોકાણકારોના 11.36 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. આર્થિક સર્વેમાં જીડીપીનો પોઝિટીવ અંદાજ મુકાયો હોવા છતાં બજારમાં તેને લઈને રોકાણકારોમાં કોઈ ઉત્સાહ ન હતો.
28 જાન્યુઆરીએ સેન્સેક્સ 535.57 અંકના ઘટાડા સાથે 46,874.36 પર અને નિફ્ટી 150 અંક ઘટી 13,817.55 પર બંધ થયું હતું. એનએસઈના ડેટા અનુસાર વિદેશી રોકાણકારોઓ ચોખ્ખી 3712.51 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી જ્યારે ઘરેલુ રોકાણકારોએ 1736 કરોડ રૂપિયાની છોખ્ખી ખરીદી કરી હતી.
ગઈકાલે એક જ દિવસમાં સેન્સેક્સમાં આવેલ કડાકાને પગલે બીએસઈ સેન્સેક્સનું માર્કેટ કેપ 2.06 લાખ કરોડ રૂપિયા ઘટીને 186.12 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. છેલ્લા છ દિવસમાં બીએસઈનું માર્કેટ કેપ 197.70 લાખ કરોડની ટોચ પર હતું જેમાં 11.63 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.