Share Market Closing 8th October, 2024:  શેરબજારમાં સતત 6 દિવસ સુધી ચાલતો ડાઉન ટ્રેન્ડ આખરે આજે બંધ થયો હતો. ભારતીય શેરબજારમાં મંગળવારે સારી રિકવરી જોવા મળી હતી. સપ્તાહના બીજા દિવસે BSE સેન્સેક્સ 584.81 પોઈન્ટના વધારા સાથે 81,634.81 પોઈન્ટ પર અને NSE નિફ્ટી 50 પણ 217.38 પોઈન્ટના વધારા સાથે 25,013.15 પોઈન્ટ પર બંધ થયો હતો.        


આજના ટ્રેડમાં મિડકેપ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી અને નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1235 પોઈન્ટના ઉછાળા સાથે 58,535 પોઈન્ટ પર બંધ થયો હતો. સ્મોલકેપ શેરમાં પણ રોનક હતી અને નિફ્ટીનો સ્મોલકેપ ઈન્ડેક્સ 374 પોઈન્ટ અથવા 2.05 ટકાના ઉછાળા સાથે 18,617 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા એફએસીજી, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. માત્ર મેટલ્સ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.


સેન્સેક્સની 30માંથી 19 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા


મંગળવારે સેન્સેક્સની 30માંથી 19 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 11 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે નિફ્ટી 50ની 50માંથી 36 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 14 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.


અદાણી પોર્ટ્સના શેરમાં ઝડપી વધારો 


સેન્સેક્સ માટે, અદાણી પોર્ટ્સનો શેર સૌથી વધુ 4.76 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 3.42 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2.01 ટકા, એચડીએફસી બેન્ક 1.95 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 1.83 ટકા, એનટીપીસી 1.66 ટકા, સ્ટેટ બેન્ક 1.59 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.5 ટકા, 13 ટકા અને એક્સિસ બેન્કના શેર 1.07 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચસીએલ ટેક, ઈન્ફોસીસ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને મારુતિ સુઝુકીના શેરમાં પણ વધારો નોંધાયો હતો.   


ટાટા સ્ટીલના શેરમાં મોટો ઘટાડો   


ટાટા સ્ટીલના શેરમાં આજે સૌથી વધુ 2.89 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટાઇટન 2.37 ટકા, બજાજ ફિનસર્વ 2.02 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 1.75 ટકા, ટાટા મોટર્સ 0.89 ટકા, બજાજ ફાઇનાન્સ 0.86 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.54 ટકા, આઇટીસી 0.51 ટકા, ટીસીએસ 0.36 ટકા, પાવરગ્રીડ 0.16 ટકા અને એર 0.16 ટકા ઘટ્યા હતા.    


ફાટશે નહીં... પલળશે નહીં, માત્ર 50 રૂપિયામાં બનશે હાઈટેક આધાર, UIDAIની આ સલાહ માની લો