Share market crash today: આજે ભારતીય શેરબજારમાં જાણે ભૂકંપ આવી ગયો હોય તેવો માહોલ છે. બજાર ખુલતાની સાથે જ ચારેબાજુ ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે સેન્સેક્સમાં 700 પોઈન્ટનો મોટો કડાકો બોલી ગયો હતો. નિફ્ટીની હાલત પણ ખરાબ થઈ ગઈ અને તે 23,900 ના લેવલથી નીચે જતો રહ્યો. બજારમાં અચાનક આવેલી આ અરાજકતા અને કડાકાના કારણે ગણતરીના કલાકોમાં જ રોકાણકારોના આશરે 5 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. વિદેશી બજારોમાં આવેલા કડાકાએ આજે ભારતીય રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા છે.

Continues below advertisement

અમેરિકાથી શરૂ થયેલો કડાકો એશિયા સુધી પહોંચ્યો

તમને થતું હશે કે અચાનક આટલો મોટો ઘટાડો કેમ આવ્યો? તો આની પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ માર્કેટ છે. હકીકતમાં, આજે અમેરિકાના શેરબજાર (વોલ સ્ટ્રીટ)માં આલ્ફાબેટ અને સ્પેસએક્સ જેવી મોટી ટેક કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ ઘટાડાને લીધે રોકાણકારોમાં ડરનો માહોલ ઉભો થયો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ટેક કંપનીઓના વેલ્યુએશન ખૂબ જ વધારે પડતા આંકવામાં આવ્યા છે. આ ગભરામણની અસર સીધી એશિયન બજારો પર પડી.

Continues below advertisement

દક્ષિણ કોરિયાના બજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

અમેરિકાના બજારની આ નેગેટિવ અસર સૌથી વધુ દક્ષિણ કોરિયાના શેરબજાર પર જોવા મળી. આજે કોરિયન માર્કેટ એટલું ખરાબ રીતે તૂટ્યું કે તેમનો મુખ્ય ઇન્ડેક્સ KOSPI લગભગ 10 ટકા જેટલો ગગડી ગયો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે બજારમાં ટ્રેડિંગ 20 મિનિટ માટે અટકાવી દેવું પડ્યું હતું. કોરિયન માર્કેટમાં SK Hynix અને સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ જેવી મોટી સેમિકન્ડક્ટર કંપનીઓના શેર અનુક્રમે 11% અને 8% થી વધુ તૂટ્યા, જેનાથી આખા બજારનું સંતુલન ખોરવાઈ ગયું.

અગાઉ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ચિપ્સની ડિમાન્ડને લીધે કોરિયન બજાર 80 થી 90% ઉછળીને ઓલ-ટાઇમ હાઈ પર ચાલી રહ્યું હતું, કંપનીઓના વેલ્યુએશન ઘણા મોંઘા થઈ ગયા હતા. પણ આજે અમેરિકામાં કડાકો બોલતા જ વિદેશી રોકાણકારોએ નફો બુક કરવા 1.3 બિલિયન ડોલર (આશરે 2 ટ્રિલિયન વોન) ના શેર ફટાફટ વેચી માર્યા.

આ પણ વાંચોઃ હવે ભારતમાં રહીને જ ખરીદો Apple-Amazon ના શેર! 4 મોટી બ્રોકરેજ એપ્સને મળી મંજૂરી

ભારતની IT કંપનીઓને મોટો ફટકો

વિદેશી બજારોના આ કડાકાએ ભારતીય શેરબજારનો મૂડ પણ બગાડી નાખ્યો. ખાસ કરીને ભારતના IT સેક્ટરને આનો સૌથી મોટો ફટકો પડ્યો છે. આજે ઇન્ફોસિસ, TCS, HCL ટેક અને વિપ્રો જેવી દિગ્ગજ IT કંપનીઓના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે. પરિણામે, નિફ્ટી IT ઇન્ડેક્સ આજે સૌથી વધુ નુકસાનમાં રહ્યો. આમ, ગ્લોબલ માર્કેટમાં આવેલા આ ટેક-કડાકાને લીધે ભારતીય શેરબજારમાં રોકાણકારોને 4.57 લાખ કરોડથી લઈને 5 લાખ કરોડ રૂપિયા સુધીનું જંગી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ 1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ ૫ મલ્ટિબેગર શેર