Share Market Open: આજે ફરી એકવાર શેરબજારમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે પણ શેરબજાર ઓલટાઇમ હાઇ પર ખુલ્યું હતું. આજે પણ બજારે તેની ગતિ જાળવી રાખી છે. જુલાઈમાં રજૂ થનારા સામાન્ય બજેટ પહેલા બજારમાં જબરદસ્ત ઉછાળાથી રોકાણકારો ઘણા ખુશ છે.


આજે સેન્સેક્સ ફરી એકવાર તેના ઓલટાઇમ હાઇના આંકડાને સ્પર્શી ગયો છે. BSEનો ઓલ ટાઈમ હાઈ 80,481.36 છે. શરૂઆતના ટ્રેડમાં સેન્સેક્સ 129.72 પોઈન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 80,481.36 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 26.65 પોઈન્ટ અથવા 0.11 ટકાના વધારા સાથે 24,459.85 પોઈન્ટ પર પહોંચી ગયો છે.


આજના ટોપ ગેનર સ્ટોક


મારુતિ સુઝુકી ઈન્ડિયા, એનટીપીસી, અદાણી પોર્ટ, ટાઈટન, બજાજ ફાઈનાન્સ, નેસ્લેના શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, એચસીએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, એક્સિસ બેન્કના શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.


નિફ્ટી નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર


NSE નિફ્ટી રેકોર્ડ હાઈ પર ઓપન થયો અને 24,461.05 ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી છે.                                                


બીએસઈનું માર્કેટ કેપ આટલું વધી ગયું છે


BSEનું માર્કેટ કેપ 451.83 લાખ કરોડ રૂપિયા થયું છે અને ડોલરના સંદર્ભમાં તે 5.41 ટ્રિલિયન ડોલર થયું છે. હાલમાં BSE પર 3172 શેર્સનું ટ્રેડિંગ થઈ રહ્યું છે અને 1695 શેર્સ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. 1351 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 126 શેર કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે.