નવી દિલ્હીઃ ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે. તેમણે કંપની અને કારોબારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે ટેક્સ ઘટાડવા અંગેનુ બિલ પાસ થઈ ચુક્યું છે.

નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1700 પોઈન્ટ છળીને 37822 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે નિફ્ટી 496 પોઈન્ટ ઉછળીને 11202 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

સેન્સેક્સમાં ઓટો સેક્ટર, બેન્કિંગ સેક્ટરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. નાણાંમંત્રીની જાહેરાત બાદ તમામ સેક્ટરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સની કંપનીની વાત કરીએ તો મારુતી, એચડીએફસી બેંક, ઇન્ડસઇન બેંક, એલએન્ડટી, હીરો મટોકોર્પ, યસ બેંક, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, બજાજ ફાઈન્સ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ હિંદ યૂનિલિવરમાં 5 કરતાં પણ વધારે ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ટીસીએસ અને ઇન્ફોસીસમાં સાન્ય ઘટાડે કારોબાર થઈ રહ્યો છે.

મીડકેપ કંપનીની વાત કરીએ તો આરબીએલ બેંક, પજ ઇન્ડસ્ટ્રીઝ, ટીવીએસ મોટર, એનબીસીસી, હેવલ્સ, રિલાયન્સ ઇન્ફ્રા, ફેડરલ બેંકમાં 5 ટકા કરતાં વધારે ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ડીએચએફએલ, આર પાવર, ઓબેરોય રિયલ્ટી, અજંતા ફાર્મા જેવી કંપની એકથી ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.