નવી દિલ્હીઃ કોરોના ખૌફથી વિશ્વભરના સ્ટોક શેર માર્કેટમાં હાહાકાર મચી ગયો છે. હવે તેની અસર ભારતીય સ્ટોક માર્કેટ પર પણ જોવા મળી રહી છે. બજાર ખુલતા જ સેન્સેક્સમાં 2400થી વધારે પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો તો નિફ્ટીમાં 750 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ હવે 3000 પોઈન્ટ સુધી ઘટી ગયો છે.

ગુરુવારે પણ શેર બજારમાં હાહાકાર જોવા મળ્યો. સેન્સેક્સ 3091 પોઈન્ટ એટલે કે 9.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે નિફ્ટીમાં 966 પોઈન્ટના ઘટાડા સાથે 10 ટકા જોવા મળ્યો છે. બજારમાં જોરદાર ઘટાડાથી રોકાણકારોમાં પણ હાહાકાર મચી ગયો છે અને આ ઘટાડામાં ઇન્વેસ્ટર્સ 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. દલાલ સ્ટ્રીટમાં આવેલ આ હાહાકરને કારણે શેર બજારમાં ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 32 મહિનાના નીચલી સપાટીએ પહોંચી ગયું છે અને ગુરુવારેનો દિવસ પણ બજાર માટે બ્લેક ડે સાબિત થયો.



ગુરુવારે બજાર કેવું રહ્યું હતું

ગુરુવારે કારોબાર દરમિયાન સેન્સેક્સ 2919.23 પોઈન્ટના ઘટાડા સાથે 32778.14 પર બંધ થયો. એનએસઈનો 50 શેરનો ઇન્ડેક્સ નિફ્ટી 868.25 પોઈન્ટ એટલે 8.03 ટકાનો જોરદાર ઘટાડા સાથે 9590.15 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીના તમામ શેર ઘટાડા સાથે બંધ થયા હતા અને તમામ ઇન્ડેક્સ પણ 52 સપ્તાહની નીચલી સપાટીએ બંધ રહ્યા હતા. બંક નિફ્ટી પણ 8 ટકાના ઘટાડા સાથે 2 વર્ષની નીચલી સપાટીએ બંધ રહ્યો હતો. આજના કારોબાર દરમિયાન નિફ્ટી રેકોર્ડ ઉંચાઈથી 20 ટકા નીચે ગબડ્યો હતો.

ચીનમાં ઘાતક પૂરવાર થયેલ કોરોના વાઇરસ વિશ્વના અનેક દેશોમાં ઝડપથી પ્રસરવાની સાથોસાથ તેનો પ્રકોપમાં વધારો થતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મહામારી જાહેર કરી હતી. આ ઉપરાંત અમેરિકામાં પણ કોરોનાના કેસમાં વધારો થતા અમેરિકાએ યુકે સિવાય યુરોપના દેશોમાંથી લોકોના અમેરિકા પ્રવેશ પર 30 દિવસ માટે પ્રતિબંધ મુકી દેતા ગઇકાલે (બુધવારે) અમેરિકા શેરબજારમાં 1600થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.

માર્કેટ કેપમાં થયો ભારે ઘટાડો

દલાલ સ્ટ્રીટ પર આવેલ હાહાકારને કારણે રોકાણકારોના 9,15,113 કરોડ રૂપિયા ડૂબી ગાય અને બીએસઈનું કુલ મૂડીરોકાણ ઘટીને 127 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે, જે બુધવારે કારોબાર બંધ થયું ત્યાં સુધીમાં 137 લાખ કરોડ રૂપિયા હતું.

શા માટે બજારમાં આવ્યો મોટો ઘટાડો

જાણકારો અનુસાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોરોબા વાયરસને મહામારી જાહેર કર્યા બાદ વૈશ્વિક આર્થિક મંદીની આશંકાને કારણે વિશ્વભરના બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઘર આંગણે પણ તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે.