અર્થતંત્રમાં રિકવરીના સંકેત. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST કલેક્શન જુલાઈમાં 33 ટકા વધીને 1.16 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. નાણા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી છે. જુલાઈ 2020માં જીએસટી (GST) આવક 87 હજાર 422 કરોડ રૂપિયા હતી. ગયા મહિને એટલે કે જુનમાં જીએસટી (GST) કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી ઓછું એટલે કે 82 હજાર 849 કરોડ રૂપિયા રહ્યું હતું. પરંતુ જુલાઈમાં કુલ જીએસટી (GST) આવક 1.16 લાખ કરોડ રૂપિયા પહોંચી છે. તેમા સીજીએસટી (GST) 22 હજાર 197 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (GST) 28 હજાર 541 કરોડ રૂપિયા, આઇજીએસટી (GST) 57 હજાર 864 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમા 27 હજાર 900 કરોડ રુપિયા આયાતવેરા પેટે મળ્યા.


આમ જુલાઈના જીએસટી (GST)ના આંકડામાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 33 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં પણ ગયા મહિના કરતાં GSTની 1200થી 1400 કરોડની વધુ આવક થઈ.


જુલાઈના જીએસટી (GST)ના આંકડામાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 33 ટકાનો વધારો જોવા મળ્યો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સળંગ આઠ મહિના સુધી જીએસટી (GST) વેરા વસૂલાત એક લાખ કરોડ ઉપર રહી હતી. જો કે કોરોનાના લીધે જુનમાં તે ઘટીને એક લાખ કરોડથી નીચે ગઈ હતી. બીજી લહેરમાં અનેક રાજ્યોએ ફરીતી લોકડાઉન અને અન્ય પ્રતિબંધો લગાવ્યા હતા જેના કારણે જીએસટી (GST)ની આવક ઘટી હતી પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા જીએસટી (GST) કર વસૂલાતનો આંકડો ફરીથી એક લાખ કરોડ રૂપિયાને પાર નીકળી ગયો. આ પુરાવો છે કે અર્થતંત્રમાં નવસંચાર થઈ રહ્યો છે.


નિષ્ણાંતોનું કહેવું છે કે, કોવિડ-૧૯ના પ્રતિબંધોમાં આવેલી છૂટછાટ, રસીકરણમાં થયેલો વધારો, ડેટા એનાલિટિક્સ, ઇ-વે બિલમાં વધારો, આગામી સમયમાં થનારા જીએસટી (GST) રેટ રેશનલાઇઝેશન વગેરેના લીધે આગામી મહિનાઓમાં જીએસટી (GST)ની આવકમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.