Silicon Valley Bank Crisis: અમેરિકામાં ફરી એકવાર મોટી બેંકિંગ કટોકટી સર્જાઈ રહી છે. યુએસ રેગ્યુલેટર્સે દેશની સૌથી મોટી બેંકોમાંની એક સિલિકોન વેલી બેંકને બંધ કરવાનો આદેશ આપ્યો છે. CNBC ના રિપોર્ટ અનુસાર, કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટેક્શન એન્ડ ઇનોવેશનએ આ બેંકને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે, તેમણે ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) ને બેંકના રીસીવર તરીકે નિયુક્ત કરી છે. FDICને બેંકમાં જમા ગ્રાહકોના પૈસાની સુરક્ષાની જવાબદારી પણ આપવામાં આવી છે. વધુમાં, FDIC એ બેંકની વીમાવાળી થાપણો રાખવા માટે ડિપોઝિટ ઈન્સ્યોરન્સ નેશનલ બેંક ઓફ સાંતા ક્લેરાની રચના કરી.


સિલિકોન વેલી બેંક (SVB) યુ.એસ.માં 16મી સૌથી મોટી બેંક છે. બેંક પાસે લગભગ 210 અરબ ડોલરની સંપત્તિ છે. તે દેશની અગ્રણી બેંક છે જે નવા યુગની ટેક કંપનીઓ અને વેંચર કેપિટલના રોકાણવાળી કંપનીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે.


જો કે છેલ્લા 18 મહિનામાં યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં વધારો કરવાથી આવી કંપનીઓને નુકસાન થયું છે. આ ઉપરાંત, હાઈ રિસ્કને કારણે, આવી ટેક કંપનીઓમાં રોકાણકારોનો રસ પણ ઘટ્યો છે.


તે હજુ સ્પષ્ટ નથી કે બેંકમાં પાસે 2.5 લાખ ડોલરની વીમા મર્યાદાથી વધુ કેટલી જમા રકમ છે. સિલિકોન વેલી બેંકે ટેક ઉદ્યોગને ઘણી લોન આપ્યું છે. જો કે, નિષ્ણાતો કહે છે કે આ બાબતની યુએસ બેન્કિંગ સેક્ટરને અસર થવાની શક્યતા ઓછી છે અને દેશની લગભગ તમામ મોટી બેન્કો આવી કોઈપણ વિકટ પરિસ્થિતિને ટાળવા માટે તેમની પાસે પૂરતી રોકડ બેલેન્સ સાચવીને ચાલી રહી છે. આ દરમિયાન, સિલિકોન વેલી બેંકની પેરેન્ટ કંપની SVB ફાયનાન્સિયલ ગ્રુપના શેર આજે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ બંધ થયા પહેલા લગભગ 70 ટકા તૂટ્યા હતા.