SIP vs PPF comparison: જો તમે લાંબા ગાળે સારી એવી સંપત્તિ ઊભી કરવાનું વિચારી રહ્યા છો, તો મ્યુચ્યુઅલ ફંડમાં SIP અને સરકારી બચત યોજના PPF એ રોકાણકારોની પહેલી પસંદ રહ્યા છે. જો તમે દર મહિને માત્ર 3000 રૂપિયાનું રોકાણ 15 વર્ષ સુધી કરવાનું આયોજન કરો છો, તો SIP તમને માર્કેટના આધારે બમ્પર રિટર્ન આપી શકે છે. જ્યારે બીજી તરફ, PPF તમને ગેરંટીડ અને સંપૂર્ણપણે સુરક્ષિત વળતર આપે છે. બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. તો ચાલો ગણતરી સાથે સમજીએ કે 15 વર્ષ પછી તમને બંનેમાંથી ક્યાંથી કેટલા રૂપિયા મળશે અને તમારા ભવિષ્ય માટે બેસ્ટ વિકલ્પ કયો સાબિત થઈ શકે છે.
SIP માં 15 વર્ષ રોકાણ કરવાથી કેટલો ફાયદો થશે?
જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો છો, તો 15 વર્ષમાં તમારું કુલ રોકાણ 5.40 લાખ રૂપિયા થશે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં લાંબા ગાળાને જોતા સરેરાશ 12% થી 14% જેટલું વાર્ષિક વળતર આરામથી મળી રહે છે.
જો આપણે માત્ર 12% વળતર ગણીએ, તો તમને વ્યાજ (નફા) તરીકે અંદાજે 9.73 લાખ રૂપિયા મળશે.
એટલે કે 15 વર્ષ પછી તમારા હાથમાં કુલ 15.13 લાખ રૂપિયા આવશે.
SIP માં તમને કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) અને 'રૂપી કોસ્ટ એવરેજિંગ' નો જબરદસ્ત ફાયદો મળે છે. આનો સીધો અર્થ એ છે કે જ્યારે બજાર ઘટે છે ત્યારે તમને ફંડના વધુ યુનિટ મળે છે અને જ્યારે બજાર વધે છે ત્યારે તમારા રોકાણની વેલ્યુ ઝડપથી ઉછળે છે. જોકે, આ રિટર્ન માર્કેટના જોખમને આધીન હોય છે.
આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹2,00,000 જમા કરો અને ₹90,000 વ્યાજ મેળવો, જાણો કેલક્યુલેશન
PPF માંથી તમને કેટલું વળતર મળશે?
બીજી બાજુ, જો તમે આ જ 3000 રૂપિયા દર મહિને PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) માં જમા કરાવો છો, તો 15 વર્ષમાં અહીં પણ તમારું કુલ રોકાણ 5.40 લાખ રૂપિયા જ થશે.
હાલમાં સરકાર PPF પર 7.1% લેખે ફિક્સ વાર્ષિક વ્યાજ આપી રહી છે.
આ હિસાબે તમને 15 વર્ષે અંદાજે 4.14 લાખ રૂપિયાનું વ્યાજ મળશે.
એટલે કે મેચ્યોરિટી પર તમને કુલ રકમ અંદાજે 9.54 લાખ રૂપિયા મળશે.
ભલે અહીં SIP કરતા રિટર્ન ઓછું છે, પણ PPF નો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં તમારું રોકાણ, મળતું વ્યાજ અને મેચ્યોરિટીની પૂરેપૂરી રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી (કરમુક્ત) હોય છે. આ ઉપરાંત, આ સરકારી યોજના હોવાથી તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે.
આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર વર્ષે કમાઓ પૂરા ₹2,46,000 વ્યાજ! જાણો સ્કીમ વિશે સંપૂર્ણ જાણકારી
તો આખરે કયો વિકલ્પ તમારા માટે સારો છે?
નિષ્ણાતોના મતે, જો તમારો મુખ્ય ઉદ્દેશ્ય લાંબા ગાળે મોટું ફંડ બનાવવાનો છે અને તમે બજારનું થોડું રિસ્ક લેવા તૈયાર છો, તો SIP તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. પરંતુ, જો તમે શેરબજારના જોખમથી દૂર રહીને શાંતિથી ફિક્સ અને સુરક્ષિત રિટર્ન ઈચ્છો છો, તો આંખ બંધ કરીને PPF માં રોકાણ કરી શકો છો. જોકે, ફાઇનાન્સિયલ એડવાઇઝર સલાહ આપે છે કે સૌથી સારી રણનીતિ એ છે કે તમે તમારા રોકાણને બંનેમાં વહેંચી દો. થોડા પૈસા PPF માં અને થોડા SIP માં રોકો, જેથી તમને સુરક્ષા અને શાનદાર વળતર બંનેનો લાભ મળી શકે.
