નોંધનીય છે કે, પારલે પ્રોડક્ટનું વેચાણ 10,000 કરોડ રૂપિયાથી પણ વધારે છે. કંપની કુલ 10 પ્લાન્ટ ધરાવે છે. જેમાં અંદાજે એક લાખ કર્ચમારીઓ કામ કરી રહ્યા છે. ઉપરાંક કંપની 125 થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ ઓપરેટ કરે છે. કંપનીના વેચાણનો અડધો ભાગ ગ્રામ્ય બજારમાંથી આવે છે.
મીડિયા અહેવાલ અનુસાર GST લાગુ થવા પહેલા 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમતના બિસ્કિટ પર 12 ટકા ટેક્સ લાગતો હતો. પણ જીએસટી લાગતા તમામ બિસ્કીટોને 18 ટકા સ્લેબમાં નાખવામાં આવ્યા. જેના કારણે કંપનીનો ખર્ચો વધી ગયો. જેના કારણે કંપનીએ ભાવમાં 5 ટકાનો વધારો પણ કર્યો. ભાવ વધારાની સીધી અસર કંપનીના વેચાણ પર પડી રહી છે. જેના કારણે હાલ આ પરિસ્થિતિ ઊભી થઇ છે.