નવી દિલ્હીઃ 1 એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થવાની છે. આ નવા નાણાંકીય વર્ષમાં સામાન્ય લોકોને રાહત મળવાની છે. સાથે સાથે મોંઘવારીનો માર પણ પડશે. નવા નિયમથી એક બાજુ એપ્રિલમાં મોટા ફેરફાર થશે જેમાં ઇનકમ ટેક્સમાં રાહત મળશે. એનપીએસ વધારે આકર્ષક થશે. તો ચાલો જાણીએ પ્રથમ એપ્રિલથી શું સસ્તું થશે અને કોઈ વસ્તુની કિંમતમાં વધારો થશે.



1લી એપ્રિલથી ઘર ખરીદવાનું સસ્તું થશે. બાંધકામ હેઠલ હોય તેવા ઘરો પર 12ના બદલે 5 ટકા જીએસટી લાગશે. જ્યારે એફોર્ડેબલ હાઉસ પર જીએસટી દર આઠ ટકાથી ઘટાડીને એક ટકા કરી દેવામાં આવ્યો છે. જેનાથી ઘર બનાવવું સસ્તું થશે. જેનો ફાયદો ઘર ખરીદી કરવાનારને મળશે.



પ્રથમ એપ્રિલથી જીવન વીમો ખરીદવો સસ્તો થશે. પ્રથમ એપ્રિલથી કંપનીઓ મૃત્યુદરના નવા આંકડાઓનું પાલન કરશે. પહેલા 2006-08ના ડેટાનો ઉપયોગ થતો તેના બદલે હવે 2012-14ના ડેટાનો ઉપયોગ થશે. આ ફેરફારનો સૌથી વધારે ફાયદો 22થી 50 વર્ષની વયના લોકોને થશે.



1લી એપ્રિલથી લોન પણ સસ્તી થઈ જસે. કારણ બેંકોએ એમસીએલઆરના બદલે આરબીઆઈના રેપો રેટ પરના આધારે લોન આપશે. જેથી તમામ પ્રકારની લોન સસ્તી થશે. એટલે રેપો રેટમાં ઘટાડાની સાથે લોનના દર પણ ઘટી જશે.



સસ્તાની સાથે સાથે સામાન્ય માણસને 1લી એપ્રિલથી મોંઘવારીનો માર પણ સહન કરવો પડશે. 1લી એપ્રિલથી કાર ખરીદવી મોંઘી પડશે. કારણ કે, ટાટા મોટર્સ, રેનોલ્ટ ઇન્ડિયા, જગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા (જેએલઆર) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોયોટા મોટર્સે પોતાની પ્રોડક્ટની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીઓનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ વધવા ઉપરાંત બહારના આર્થિક કારણોને કારણે મોડલોની કિંમતમાં વધારો કરવા માટે તેઓ મજબૂર છે.



ઉપરાંત કાર લેવાની સાથે સાથે કાલ ચલાવવી પણ મોંઘી પડશે. પ્રાકૃતિક ગેસની કિંમતોમાં 18 ટકાનો વધારો થવાની આશા છે. જેના કારણે CNGના ભાવ વધી જશે. કહેવામાં આવી રહ્યું છે કે નવી કિંમતો 1લી એપ્રિલ, 2019થી લાગુ થશે. નવી ડોમેસ્ટિક ગેસ પોલીસી 2014 અંતર્ગત દર છ મહિને નેચરલ ગેસની કિંમત નક્કી કરવામાં આવે છે. આ ફોર્મ્યુલા વિદેશી કિંમતો પર આધારિત છે.

સરકાર ડોમેસ્ટિક નેચરલ ગેસની કિંમતોમાં વધારો કરશે તો રસોઈ માટે વાપરવામાં આવતા પીએનજીના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ગેસની કિંમત વધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ અને રસોડા પર પડશે.