ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI ટૂંક સમયમાં કોલર્સના કેવાયસી પર આધારિત મિકેનિઝમ પર કામ શરૂ કરી શકે છે. તાજેતરમાં જ્યારે કોઈ તમને કૉલ કરે તો ફક્ત તેનો નંબર મોબાઇલ સ્ક્રીન પર દેખાય છે પરંતુ TRAIનું આ ફ્રેમવર્ક ફાઇનલ થયા બાદ તમને ફોન પર યુઝર્સનું કેવાયસી નામ પણ જોવા મળશે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, TRAI ટૂંક સમયમાં ફોન સ્ક્રીન પર કોલર્સના KYC આધારિત નામ ફ્લેશ કરવા માટે એક મિકેનિઝમ ઘડવા પર કામ શરૂ કરી શકે છે. આ મિકેનિઝમ પછી જ્યારે પણ કોઈ તમને કોઇ કૉલ કરશે ત્યારે તેનું નામ સ્ક્રીન પર ફ્લેશ થશે.
ટૂંક સમયમાં કામ શરૂ થશે
આ ફીચર ટ્રૂ કોલની જેમ કામ કરશે. ટેલિકોમ વિભાગે પણ ટ્રાઈને તેના પર કામ શરૂ કરવા કહ્યું છે. ટ્રાઈના ચેરમેન પીડી વાઘેલાએ કહ્યું કે આ અંગે આગામી કેટલાક મહિનામાં કન્સલ્ટેશન શરૂ થઈ શકે છે.
તેમણે કહ્યું, 'અમને આ અંગે એક રિફ્રેશ મળ્યું છે અને ટૂંક સમયમાં અમે કામ શરૂ કરીશું. કોઈને કૉલ કરવા પર તેનું નામ KYC મુજબ દર્શાવવામાં આવશે. ટ્રાઈ પહેલાથી જ આવા મિકેનિઝમ પર વિચાર કરી રહી હતી પરંતુ ટેલિકોમ વિભાગ તરફથી રિફ્રેન્સ મળવાના કારણે તેના પર જલદી કામ શરૂ થશે.
જેના નામ પર સિમ હશે તેનું નામ દેખાશે
પીડી વાઘેલાએ કહ્યું હતું કે આ મિકેનિઝમ ઇનેબલ થવા પર કોલરનું નામ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના નિયમ અનુસાર ટેલિકોમ કંપનીઓ દ્ધારા કરવામાં આવેલા કેવાયસી અનુસાર ફોન સ્ક્રીન પર જોવા મળશે. આ ફિચરના આવ્યા બાદ નકલી કોલ્સથી યુઝર્સ બચી શકશે. પીટીઆઇના રિપોર્ટ અનુસાર ફેમવર્ક પુરું થયા બાદ આ ફિચરને લઇને વધુ બાબતો ક્લિયર થઇ જશે. નોંધનીય છે કે ટ્ર્રૂ કોલર જેવા કોલિંગ એપ્સ આ પ્રકારનું ફિચર્સ પુરા પાડે છે પરંતુ જેમાં યુઝર્સનું કેવાયસી આધારિત નામ જોવા મળતું નથી. નિષ્ણાંતોના મતે આ ફિચર આવ્યા બાદથી સ્પૈમ અને ફ્રોડ કોલ્સના વધતા કેસમાં ઘટાડો થશે.