Sovereign Gold Bond Scheme: સોવરિન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond)2017-18ની સિરીઝ VIII સ્કીમમાં રોકાણ કરનારા રોકાણકારો માટે લોટરી લાગી છે. ભારતીય રિઝર્વ બેંકે આ ગોલ્ડ બોન્ડની રિડેમ્પશન કિંમત રૂ. 7460 પ્રતિ ગ્રામ નક્કી કરી છે, જે નવેમ્બર 2017માં જારી કરાયેલ ઇશ્યૂ કિંમત કરતાં 152 ટકા વધુ છે. આનો અર્થ એ થયો કે બોન્ડની આ શ્રેણીના રોકાણકારોને સોનાના ભાવમાં વધારો થવાથી મોટો ફાયદો થવાનો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 20 નવેમ્બર, 2017ના રોજ 2027-18ની સિરીઝ VIII (SGB 2017-18 Series VIII - Issue date November 20, 2017) ના રોજ જારી કરાયેલ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ(Sovereign Gold Bond Scheme)ની પ્રીમેચ્યોર રિડેમ્પશન પ્રાઈસ જાહેર કરવામાં આવી છે. આરબીઆઈના નિયમો અનુસાર, રોકાણકારોને સોવરિન ગોલ્ડ બોન્ડના ઈશ્યુના પાંચ વર્ષ પછી વ્યાજ ચૂકવવામાં આવે તે તારીખથી પ્રિમેચ્યોર રિડેમ્પશનનો વિકલ્પ આપવામાં આવે છે. 20મી નવેમ્બર 2024 રજા હોવાને કારણે, મંગળવાર 19મી નવેમ્બર 2024થી આ શ્રેણીના સોવરિન ગોલ્ડ બોન્ડના સમય પહેલા રિડેમ્પશનની મંજૂરી આપવામાં આવી છે.
રોકાણકારોએ નવેમ્બર 2017માં આ ગોલ્ડ બોન્ડમાં 2961 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે રોકાણ કર્યું હતું
આરબીઆઈએ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની આ શ્રેણીની રિડેમ્પશન પ્રાઈઝ રૂ. 7460 પ્રતિ ગ્રામ નક્કી કરી છે. જ્યારે રોકાણકારોએ નવેમ્બર 2017માં આ ગોલ્ડ બોન્ડમાં 2961 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે રોકાણ કર્યું હતું. એટલે કે, જે રોકાણકારોએ સોવરિન ગોલ્ડ બોન્ડની આ શ્રેણીમાં રોકાણ કર્યું હતું તેમને તેમના રોકાણ પર 152 ટકા વળતર મળશે. આમાં બોન્ડના કાર્યકાળ દરમિયાન વર્ષમાં બે વાર ચૂકવવામાં આવતા 2.50 ટકા વાર્ષિક વ્યાજનો સમાવેશ થતો નથી.
RBI અનુસાર, સોવરિન ગોલ્ડ બોન્ડની રિડેમ્પશન પ્રાઈઝ રિડેમ્પશનની તારીખ પહેલાંના ત્રણ ટ્રેડિંગ સેશનમાં સોનાની બંધ કિંમતના આધારે નક્કી કરવામાં આવી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડે 999 શુદ્ધતાના સોનાની સરેરાશ બંધ કિંમત જાહેર કરી છે અને તેના આધારે આ કિંમત નક્કી કરવામાં આવી છે. આ હેઠળ, 19 નવેમ્બર 2024ના રોજ 2017-18 સિરીઝ VIII સોવરિન ગોલ્ડ બોન્ડની રિડેમ્પશન પ્રાઈઝ 7460 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે 13 નવેમ્બર, 14 નવેમ્બર અને 18 નવેમ્બર 2024ના રોજ સોનાની બંધ કિંમતની સરેરાશ કિંમત છે.
આ પણ વાંચો...