SpiceJet: દિલ્હથી દુબઈ આવતી સ્પાઇસજેટની ફ્લાઇટનું પાકિસ્તાનમાં ઇમરજન્સી લેંડિંગ કરવું પડ્યું. ટેકનિકલ ખામીના કારણે વિમાનને કરાચીમાં ઉતારવું પડ્યું છે. જાણકારી મુજબ, પ્લેનમાં એવી ખામી હતી કે મુસાફરોને પણ ખબર પડી શકે પરંતુ આ ખરાબીને નજરઅંદાજ કરવામાં આવી હતી. જેના કારણે ઈમરજન્સી લેંડિંગ કરવું પડ્યું.
ડીજીસીએ તરફથી મળતી જાણકારી મુજબ, ચાલક દળને જમણી ટેંકના ઈંધણમાં અસામાન્ય ખામી જોવા મળી હતી. એટસીસીના સહયોગથી વિમાનને કરાચી ઉતારવામાં આવ્યું હતું. ઉડાન બાદ નિરીક્ષણ દરમિયાન ટેંકમાં કોઈ લીક જોવા મળ્યું નહોતું.
સ્પાઇસ જેટના પ્રવક્તાએ શું કહ્યું
સ્પાઇસ જેટના પ્રવક્તાએ જણાવ્યું, કોઈ પ્રકારની ઈમરજન્સી જાહેર કરવામાં આવી નહોતી અને વિમાનનું સામાન્ય લેંડિંગ કરાવાયું. વિમાનમાં કોઈ ખરાબીનો પહેલા રિપોર્ટ નહોતો. મુસાફરોને દુબઈ લઈ જવા એક વિમાન કરાચી મોકલવામાં આવ્યું છે.
ઇન્ડિગોના સેંકડો કર્મચારીઓએ બીમારીના બહાને કેમ લીધી રજા, જાણો ચોંકાવનારું અને રમુજી કારણ
ઈન્ડિગો એરલાઈન્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જ્યારે તેના સેંકડો કર્મચારીઓએ બીમારીના બહાને એકસાથે રજા લીધી. જેના કારણે ઘણી ફ્લાઈટ મોડી પડી હતી અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક દિવસમાં આટલી ફ્લાઇટમાં વિલંબ થવાને કારણે ડીજીસીએએ એરલાઇનને તેની પાછળનું કારણ પૂછ્યું, જેના જવાબમાં તેઓએ કહ્યું કે ઘણા કેબિન ક્રૂ મેમ્બર્સ બીમારીના કારણે રજા લઈ ગયા છે. આવી સ્થિતિમાં ફ્લાઈટ્સ ટેકઓફ કરવામાં ઘણો વિલંબ થયો હતો.
કર્મચારીઓમાં બીમારીના બહાને રજા લેવી અને બીજી કંપનીમાં નોકરીના ઈન્ટરવ્યુ માટે જવું સામાન્ય બાબત છે. પરંતુ, ઈન્ડિગો કંપનીમાં બનેલી ઘટના એકદમ ચોંકાવનારી અને રમુજી છે. અહીં એક જ દિવસે સેંકડો કર્મચારીઓએ કોઈને કોઈ બહાનું કાઢીને રજા લીધી હતી. જેના કારણે કંપનીનું કામ પ્રભાવિત થયું હતું. ઈન્ડિગોની 55 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શનિવારે મોડી પડી હતી. મળતી માહિતી મુજબ, ક્રૂ મેમ્બર્સ બીમાર હોવાના નામ પર રજા લઈને એર ઈન્ડિયા (AI)માં નોકરીના ઈન્ટરવ્યુ માટે ગયા હતા.