આ સુવિધા શરૂ થયા બાદ એસબીઆઈના એટીએમમાંથી 10 હજાર રૂપિયા કે તેનાથી વધુ રકમ ઉપાડવા પર દિવસે પણ ઓટીપીની જરૂર પડશે. પહેલા રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 10 હજાર રૂપિયા કે તેથી વધુ રકમ ઉપાડવા પર ઓટીપીની જરૂર પડતી હતી. 1 જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.
એસબીઆઈ એટીએમથી 10 હજાર રૂપિયાથી વધારે ઉપાડવા પર ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મોકલશે. આ ઓટીપીને એટીએમમાં નાંખ્યા બાદ જ ગ્રાહક એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે. એસબીઆઈએ તેના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
એસબીઆઈની 24 કલાક ઓટીપી બેસ્ડ સર્વિસ 18 સપ્ટેમ્બરથી જ લાગુ થઈ ગયો છે. આ નિયમ માત્ર એસબીઆઈના ડેબિટ કાર્ડ હોલ્ડર્સ માટે જ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ