વૉલમાર્ટ કરશે ખેડૂતોની મદદ, 180 કરોડના ફંડની જાહેરાત હેઠળ કરશે કામ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Sep 2020 04:14 PM (IST)
કંપની ફાર્મર પ્રોડ્યૂસર ઓર્ગેનાઈઝેશન એટલે કે FPO મારફતે ખેડૂતો માટે રોજગારની તક વધારવા માટે પ્રયાસ કરશે.
નવી દિલ્હી: વૉલમાર્ટ ફાઉન્ડેશન નાના ખેડૂતોની મદદ માટે બે નવા અનુદાનોની જાહેરાત કરી છે. 2018માં તેણે ખેડૂતોની જીવિકામાં સુધાર લાવવા માટે 180 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. હવે તેના અંતર્ગત 45 લાખ ડોલરની મદદ કરવામાં આવશે. કંપની ખેડૂતોના ઉત્પાદન અને કમાણી વધારવામાં મદદ કરશે. કંપની ફાર્મર પ્રોડ્યૂસર ઓર્ગેનાઈઝેશન એટલે કે FPO મારફતે ખેડૂતો માટે રોજગારની તક વધારવા માટે પ્રયાસ કરશે. વૉલમાર્ટ ફાઉન્ડેશને પોતાના બે અનુદાનો દ્વાર કુલ દોઢ કરોડ ડૉલરનું રોકાણ કરશે. ભારતમાં તે નવ બિન સરકારી સંગઠનોના આછોમાં ઓછા દોઢ લાખ ખેડૂતોની મદદ કરશે. તેમાં લગભગ 80 હજાર મહિલા ખેડૂત હશે. વૉલમાર્ટ ફાઉન્ડેનના અધ્યક્ષ કેથલીન મેકલૉધલિને કહ્યું કે, કોવિડ-19થી ભારતના ખેડૂતો પર દબાણ વધી ગયું છે. મહિલા ખેડૂતોના ઘરમાં અલગથી જવાબદારીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તેમની આવકમાં ઘટાડો થયો છે. ભારતમાં મહિલા ખેડૂતો પર સતત દબાણ વધી રહ્યો છે. તેના માટે રોજગારીની તકોમાં ઘટાડો થઈ રહ્યો છે. એવામાં તેમને સમર્થન આપવાની જરૂર છે. કોવિડ 19ના વધતા પ્રકોપના કારણે દેશમાં સપ્લાય ચેન પર અસર પડી છે. તેમાં પણ ખેડૂતોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. વૉલમાર્ટનું કહેવું છે કે, સપ્લાય ચેનનું બની રહેવું ખૂબજ જરૂરી છે. તેનાથી ખેડૂતોની આવક પર ખરાબ અસર પડે છે. તેના માટે ફાઉન્ડેશન માટે ખેડૂતોને સમર્થન આપવું જરૂરી છે. વૉલમાર્ટ પ્રયાવરણ અનુકૂળ ખેતીને પ્રોત્સાહન આપવાની જવાબદારી માને છે.