નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે તમામ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે. એસબીઆઈના નવા ઘટેલા દર આજથી જ લાગુ થઈ ગયા છે.


એસબીઆઈએ તેની વેબસાઈટ પર આ વાતની જાણકારી આપી છે. એક મહિનામાં બેંકના ગ્રાહકોને આ બીજો મોટો ઝટકો છે. એસબીઆઈએ મેની શરૂઆતમાં પણ એફડી પર વ્યાજ દર ઘટાડવાનો ફેંસલો કરી ગ્રાહકોને મળનારું રિટર્ન ઘટાડી દીધું હતું.

આ ઉપરાંત એસબીઆઈએ બલ્ક ડિપોઝિટ્સ પર વ્યાજ દર ઘટાડી દીધા છે. 2 કરોડ કે તેથી વધારેની બલ્ક ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. બલ્ક ડિપોઝિટ પર જમાકર્તાને વધારેમાં વધારે 3 ટકા સુધી વ્યાજ મળશે. આ દર પણ આજથી લાગુ થઈ ગયા છે.

અલગ-અલગ ટર્મના નવા વ્યાજ દર

  • 7 દિવસથી 45 દિવસની એફડી પર 2.9 ટકા વ્યાજ દર

  • 46 દિવસથી 179 દિવસની એફડી પર 3.9 ટકા વ્યાજ દર

  • 180 દિવસથી 210 દિવસની એફડી પર 4.4 ટકા વ્યાજ દર

  • 211 દિવસથી 1 વર્ષથી ઓછી એફડી પર 4.4 ટકા વ્યાજ દર

  • 1 વર્ષથી લઈ 2 વર્ષથી ઓછી એફડી પર 5.1 ટકા વ્યાજ દર

  • 2 વર્ષથી લઈ 3 વર્ષથી ઓછી એફડી પર 5.1 ટકા વ્યાજ દર

  • 3 વર્ષથી લઈ 5 વર્ષથી ઓછી એફડી પર 5.3 ટકા વ્યાજ દર

  • 5 વર્ષથી લઈ 10 વર્ષ સુધીની એફડી પર 5.4 ટકા વ્યાજ દર