શરબજાર: આજે દિવસના અંતે કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ −746.22 પોઇન્ટ એટલે 1.50% ટકાના કડાકા સાથે 48,878.54 પર બંધ થયો છે. તેમજ નિફ્ટી −218.45 પોઇન્ટ એટલે 1.50% ટકાના ઘટાડા સાથે 14,371.90 પર બંધ રહી છે.
આજે શુક્રવાર 22 જાન્યુઆરીના રોજ બેન્ચમાર્ક સેન્સેક્સ 746 પોઇન્ટ તૂટીને 48878ના લેવલે બંધ રહ્યો છે જે છેલ્લા એક મહિનાનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. તો નિફ્ટી-50 ઇન્ડેક્સ 218 પોઇન્ટની નરમાઇમાં 14371ના લેવલે બંધ રહ્યો છે. ટકાવારીની રીતે શેરબજારના બંને બેન્ચમાર્ક દોઢ-દોઢ ટકા તૂટ્યા છે.
બેન્ક નિફ્ટીમાં 1000 પોઇન્ટનો કડાકો છેલ્લા કેટલાંક દિવસથી સતત વધી રહેલા બેન્કિંગ સ્ટોકમાં આજે ભારે નફાવસૂલી આવી અને તેને પગલે બેન્ક નિફ્ટીમાં આજે 1000 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. આજે બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 1019 પોઇન્ટ તૂટીને 31167 બંધ થયો હતો. તેના 12માથી 11 બેન્ક શેર ડાઉન હતા. જેમાં બંધન બેન્ક સૌથી વધુ 7.6 ટકા, આરબીએલ બેન્ક 5.5 ટકા, એક્સિસ બેન્ક 4.5 ટકા, ફેડરલ બેન્ક 3.9 ટકા અને બેન્ક ઓફ બરોડાનો શેર 3.8 ટકા તૂટ્યા હતા. તો બીએસઇનો બેન્કેક્સ 3 ટકાની નુકસાનીમાં 35379 બંધ થયો હતો. તેના તમામે તમામ 10 સ્ટોક ડાઉન હતા.
શેરબજારમાં મહિનાનો સોથી મોટો કડાકો, સેન્સક્સ 746 પોઇન્ટ પટકાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2021 05:19 PM (IST)
શેરબજાર બંધ થતા આજે કડાકો જોવા મળ્યો. સેન્સેક્સમાં 758 અંકનો ઘટાડો થતાં 48845 પર બંધ થયું તો નિફ્ટી માં 227 અંકનો ઘટાડો થતાં 14362 પર બંધ થયું
- - - - - - - - - Advertisement - - - - - - - - -