Stock Market Closing-04-october-2023: નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં સતત બીજા દિવસે વેચવાલી જોવા મળી હતી.એફએમસીજી સિવાય તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળી હતો. આજે બુધવારના દિવસે ફરી માર્કેટ લાલ નિશાન સાથે બધ થયું છે.  નિફ્ટી બેન્ક એક્સપાયરી પર નીચલા સ્તરેથી રિકવર થયા બાદ બજાર બંધ થયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે મેટલ, રિયલ્ટી અને એનર્જી શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આઈટી શેરમાં હળવી ખરીદી જોવા મળી હતી. એક્સિસ બેન્ક, એસબીઆઈ, ઇન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીના સૌથી વધુ ઘટાડાવાળા શેર રહ્યા હતા. તો બીજી તરફ અદાણી એન્ટરપ્રાઈઝ, નેસ્લે ઈન્ડિયા, એચયુએલ, આઈશર મોટર્સ અને એચડીએફસી બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 286.06 અંકં એથવા 0.44 ટકાના ઘટાડા સાથે 65,226.04ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 92.65 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 19436 ના સ્તર પર બંધ થયો હતો.

 

સેક્ટરની સ્થિતિ

આજના ટ્રેડિંગમાં બેન્કિંગ શેરોમાં ઘટાડાને કારણે બેન્ક નિફ્ટી 435 પોઈન્ટ ઘટીને 43,964 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સિવાય ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો પણ ઘટાડા સાથે બંધ થયા છે. માત્ર આઈટી અને એફએમસીજી શેર જ ઉછાળા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. મિડ કેપ ઈન્ડેક્સ 1.38 ટકા ઘટીને 40047 પર બંધ રહ્યો હતો જ્યારે સ્મોલ કેપ 160 પોઈન્ટ ઘટીને 12,656 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 65,226.04 65,332.52 64,878.77 -0.44%
BSE SmallCap 37,428.66 37,800.50 37,214.17 -0.96%
India VIX 11.66 12.22 11.12 -1.12%
NIFTY Midcap 100 40,047.50 40,525.85 39,746.85 -1.38%
NIFTY Smallcap 100 12,656.00 12,795.50 12,577.80 -1.25%
NIfty smallcap 50 5,855.45 5,917.10 5,819.10 -1.14%
Nifty 100 19,376.25 19,423.90 19,277.30 -0.60%
Nifty 200 10,399.55 10,439.70 10,342.75 -0.72%
Nifty 50 19,436.10 19,457.80 19,333.60 -0.47%

રોકાણકારોને નુકસાન
આજના વેપારમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. શેરબજારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 316.72 લાખ કરોડ થઈ છે. જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂ. 319.22 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.50 લાખ કરોડનો ઘટાડો થયો છે.

ટોપ ગેઈનર્સ


ટોપ લૂઝર્સ


સેન્સેક્સ વ્યૂ