Stock Market Closing, 10th November 2022: ભારતીય શેરબજારની શરૂઆત આજે ઘટાડા સાથે થઈ હતી અને બંધ પણ ઘટાડા સાથે થયું છે. સેન્સેક્સ 350 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો છે અને નિફ્ટી પણ 18,100થી નીચે સરકી ગઈ છે. તમામ સેક્ટર રેડ ઝોનમાં બંધ થયા છે.

Continues below advertisement


ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 419.85ના ઘટાડા સાથે 60,613.70 પોઇન્ટ પર બંધ થયો છે. નિફ્ટી 50 128.80ના ઘટાડા સાથે 18,028 પર બંધ થઈ છે.  નિફ્ટી આઈટી બેસ્ટ સેક્ટર અને નિફ્ટી ઓટો સૌથી ખરાબ સેક્ટર રહ્યું. નફાવસૂલીના કારણે ભારતીય શેર બજાર આજે ઘટાડા સાથે બંધ થયું.


બજારમાં ઘટાડાનાં વાવાઝોડાએ તમામ ક્ષેત્રોને પોતાની ઝપેટમાં લીધાં. બેન્કિંગ, ઓટો, ઓટો, એફએમસીજી, ફાર્મા, મેટલ્સ, એનર્જી, મીડિયા સહિતના રિયલ એસ્ટેટ સેક્ટરના શેરો ઘટાડા સાથેબંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 12 શેર વધ્યા હતા અને 38 શેર ઘટીને બંધ થયા હતા. તે જ સમયે, સેન્સેક્સના 30 શેરોમાંથી 7 શેર ઉછાળા સાથે અને 23 ઘટાડાની સાથે બંધ થયા હતા.


માર્કેટમાં કુલ 3592 શેરનું કામકાજ થયું હતું, જેમાં 1271 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 2191 શેર ઘટીને બંધ થયા હતા. 126ની કિંમતમાં કોઈ ફેરફાર નથી. અપર સર્કિટ 235 શેર્સમાં અને લોઅર સર્કિટ 173 શેર્સમાં રોકાયેલ છે. BSE પર લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ રૂ. 281.61 લાખ કરોડ છે.