Stock Market Closing, 11th June 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો અને મંગળવારનો દિવસ મંગળમય સાબિત થયો. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો શેર ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો હતો. સેન્સેક્સમાં આજે આવેલા ઉછાળાના કારણે રોકાણકારોની સંપત્તિ ફરી 300 લાખ કરોડને પાર પહોંચી છે.
આજે શેરબજારમાં કેમ આવી તેજી
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 273.67 પોઈન્ટના વધારા સાથે 65617.84 પોઇન્ટ અને નિફ્ટી 83.5 પોઇન્ટના વધારા સાથે 19439.40 પોઈન્ટ પર બંધ રહ્યા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં શાનદાર વધારો થયો. ઓટો, એફએમસીજી અને એનર્જી સેકટરના શેર્સમાં ખરીદીના કારણે બજારમાં તેજી જોવા મળી. રિલાયન્સના શેરમાં સતત બીજા કારોબારી દિવસે ખરીદી નીકળતાં શેર ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.
આજે કેટલા શેર વધ્યા, ઘટ્યા
આજે 1892 શેર વધ્યા, 1496 શેર ઘટ્યા અને 117 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો. નિફ્ટીના ટોચના વધનારા શેસમાં સન ફાર્મા, આઈશર મોટર્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ અને મારુતિ સુઝુકી હતી. જ્યારે યુપીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફાયનાન્સ, એક્સિક બેંક, એચસીએલ ટેકનોલોજી ઘટનારા શેર હતા. મેટર અને પીએસયુ બેંક સહિત તમામ સેકટર લીલા નિશાનમાં બંધ થયા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપમાં 1 ટકા જેટલો વધારો થયો.
રોકાણકારોની સંપત્તિ
આજના કારોબારી દિવસના અંતે બજાર વધારા સાથે બંધ થવાથી રોકાણકારોની સંપત્તિ 301.34 લાખ કરોડ છે, જે ગઈકાલે 299.60 લાખ કરોડ રૂપિયા હતી. એટલેકે રોકાણકારોની સંપત્તિમાં 1.74 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગુરુવારે માર્કેટ કેપ 299.68 લાખ કરોડ હતી.
સેક્ટર અપડેટ
આજના કારોબારમાં ઓટો, આઈટી, એફએમસીજી, ફાર્મા, એનર્જી ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં શાનદાર ખરીદી જોવા મળી છે. જ્યારે બેન્કિંગ સેક્ટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ શેરોમાં જબરદસ્ત ખરીદીનો દોર જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા, જ્યારે નિફ્ટીના 50માંથી 35 શેરો ઉછાળા સાથે અને 15 નુકસાન સાથે બંધ થયા.
કેવી રહી હતી માર્કેટની શરૂઆત
આજના કારોબારમાં BSE સેન્સેક્સ 254.48 પોઈન્ટ એટલે કે 0.39 ટકાના વધારા સાથે 65,598.65 ના સ્તર પર અને NSEનો નિફ્ટી 71.20 પોઈન્ટ એટલે કે 0.37 ટકાના વધારા સાથે 19,427.10 પર ખુલ્યો હતો.
ઈન્ડેક્સ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકામાં |
BSE MidCap | 29,149.75 | 29,203.60 | 28,927.17 | 0.97% |
BSE Sensex | 65,617.84 | 65,870.59 | 65,517.57 | 0.42% |
BSE SmallCap | 33,312.15 | 33,361.88 | 33,086.89 | 0.82% |
India VIX | 11.01 | 11.46 | 10.95 | -3.93% |
NIFTY Midcap 100 | 36,252.90 | 36,344.10 | 36,028.30 | 0.88% |
NIFTY Smallcap 100 | 11,193.95 | 11,204.85 | 11,087.90 | 1.26% |
NIfty smallcap 50 | 5,086.75 | 5,095.85 | 5,033.45 | 1.33% |
Nifty 100 | 19,333.60 | 19,403.35 | 19,288.20 | 0.49% |
Nifty 200 | 10,230.55 | 10,265.70 | 10,201.35 | 0.54% |
Nifty 50 | 19,439.40 | 19,515.10 | 19,406.45 | 0.43% |