Stock Market Closing, 11th May, 2023: સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર સપાટ સ્તરે બંધ થયું. મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની તેજી સાથે શરૂ થઈ હોવા છતાં બજાર સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યું, આ સાથે તેજી પર બ્રેક લાગી હતી. પ્રોફિટ બુકિંગના કારણે બજાર ઘટાડા સાથે બંધ થયું. બેંકિંગ, એફએમસીજી સેક્ટરના શેરોમાં શાનદાર તેજી જોવા મળી તો મિડકેપ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છતાં બજાર ઘટાડા સાથે બંધ થયું. રોકાણકારોની સંપત્તિ 278.06 લાખ કરોડ થઈ છે, જે બુધવારે  277.10 લાખ કરોડ હતી, એટલેકે શેરબજારમાં ઘટાડો થવા છતાં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે.

આજે સેન્સેક્સ 35.68 અંક (0.06 ટકા)ના ઘટાડા સાથે 61904.52 પોઇન્ટ અને નિફ્ટી 18.1 અંક (0.10 ટકા)ના ઘટાડા સાથે 18297 અંક પર બંધ થયા. બુધવારે સેન્સેક્સ 178.87 પોઇન્ટ વધીને 61940.20 પોઇન્ટ પર અને નિફ્ટી 49.15 પોઇન્ટ વધીને 18315.10 પોઇન્ટ પર બંધ થયા હતા. મંગળવારે 2.92 પોઈન્ટના ઘટાડા સાથે 61761.33 પોઈન્ટ પર અને નિફ્ટી 1.55 પોઇન્ટના વધારા સાથે 18265.95 પોઇન્ટ પર બંધ થયા હતા. સોમવારે સેન્સેક્સમાં 709.96 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો અને 61,764.25 પોઇન્ટ પર બંધ થયો હતો.

સેક્ટર અપડેટ

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ખરીદી હતી. જ્યારે હેલ્થકેર, ઈન્ફ્રા, મેટલ્સ, ફાર્મા સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. શેરોમાં ખરીદીને કારણે મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં પણ તેજી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 વધ્યા અને 8 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 26 વધ્યા અને 24 નુકસાન સાથે બંધ થયા.

વધેલા-ઘટેલા શેર્સ

આજના કારોબારમાં એશિયન પેઈન્ટ્સ 3.22 ટકા, એચયુએલ 2.76 ટકા, એનટીપીસી 1.30 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 1.26 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.24 ટકા, મારુતિ સુઝુકી 0.93 ટકા, સન ફાર્મા 0.80 ટકાવધીને બંધ રહ્યા હતા.  જ્યારે લાર્સન 5.29 ટકા, ITC 0.94 ટકા, ભારતી એરટેલ 0.86 ટકા, રિલાયન્સ 0.72 ટકા, ઇન્ફોસિસ 0.55 ટકા, ટાટા સ્ટીલ 0.46 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

ઇન્ડેક્સ ઘટાડાની સાથે બંધ થયો હોવા છતાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. આજે, બજાર બંધ થવા પર, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 278.06 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે બુધવારે રૂ. 277.10 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 96,000 કરોડનો ઉછાળો આવ્યો છે.

આજે કેવી થઈ હતી શરૂઆત

આજે સવારે શેરબજાર ખૂલતાં જ બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના વધારા સાથે 62,150 પોઈન્ટને પાર કરી ગયો હતો. નિફ્ટી લગભગ 45 પોઈન્ટના વધારા બાદ 18,360 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો.


 

ઈન્ડેક્સનું નામ  બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE Sensex 61,962.05 62,168.22 61,823.07 0.04%
BSE SmallCap 29,631.26 29,695.21 29,511.89 0.65%
India VIX 13.22 13.74 12.82 1.01%
NIFTY Midcap 100 32,601.30 32,694.20 32,541.05 0.30%
NIFTY Smallcap 100 9,881.10 9,914.95 9,864.75 0.53%
NIfty smallcap 50 4,492.40 4,514.70 4,484.15 0.46%
Nifty 100 18,174.25 18,242.35 18,146.65 0.02%
Nifty 200 9,558.85 9,590.35 9,544.40 0.06%
Nifty 50 18,297.00 18,389.70 18,270.40 -0.10%