Stock Market Closing, 14th March 2023: અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત સિલિકોન વેલી બેંકના ગત સપ્તાહમાં ઉઠમણાં બાદ એક પછી એક અમેરિકન બેંકોનું પતન થવા લાગતાં વિશ્વના માથે ઐતિહાસિક નાણા કટોકટીનું સંકટ ઘેરાવા લાગતાં તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. સપ્તાહના સતત બીજા અને સળંગ ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટડા સાથે બંધ થયું. પીએસયુ બેંક, મેટલ, આઈટી શેરમાં ઘટાડો થયો.
આજે કેટલો થયો ઘટાડો
ભારતીય શેરબજાર આજે 337.66 પોઇન્ટના ઘટાડા સાથે 57,900.19 પોઇન્ટ પર અને નિફ્ટી 113.05 પોઇન્ટના ઘટાડા સાથે 17922.48 પોઇન્ટ પર બંધ રહ્યા. આજના ઘટાડા સાથે રોકાણકારોની સંપત્તિ ઘટીને 256.55 લાખ કરોડ થઈ છે. સોમવારે સેન્સેક્સ 897.25 પોઇન્ટના કડાકા સાથે 58,237.85 પોઇન્ટ પર અને નિફ્ટી 271.68 પોઇન્ટના ઘટાડા સાથે 18035.53 પર બંધ રહ્યા હતા.
બજાર કેમ ઘટી રહ્યું છે
અમેરિકાની સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક ક્રાઈસીસની સૌથી વધુ અસર છે. અમેરિકન રેગ્યુલેટર્સના હસ્તક્ષેપ છતાં બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું છે. જેના કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકન બજારો ઘટી રહ્યા છે તો તેની અસર વિશ્વભરના શેરબજારો પર પણ જોવા મળી રહી છે.
સેક્ટર અપડેટ
માર્કેટમાં આજે ફાર્મા, મીડિયા અને હેલ્થકેર સેક્ટરને બાદ કરતાં તમામ સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા. બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ ચાલુ છે.
વધેલા શેર્સ
આજના સત્રમાં BPCL 1.12 ટકા, ટાઇટન કંપની 1.01 ટકા, ભારતી એરટેલ 0.85 ટકા, લાર્સન 0.49 ટકા, SBI લાઇફ ઇન્સ્યોરન્સ 0.43 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.37 ટકા, સન ફાર્મા 0.32 ટકા સાથે બંધ રહ્યા હતા.
ઘટેલા શેર્સ
ઘટતા શેરો પર નજર કરીએ તો, અદાણી એન્ટરપ્રાઇઝ 7.27 ટકા, અદાણી પોર્ટ્સ 3.92 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.74 ટકા, TCS 2.04 ટકા, HDFC લાઇફ 1.75 ટકા, બજાજ ફાઇનાન્સ 1.75 ટકા ઘટીને બંધ થયા છે.
રોકાણકારોને ફટકો
આજના ઘટાડામાં રોકાણકારોને ફરી મોટું નુકસાન થયું છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2 લાખ કરોડનો ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 256.55 લાખ કરોડ થયું છે, જે સોમવારે રૂ. 258.56 લાખ કરોડ હતું.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકાવારી |
BSE Sensex | 57,900.19 | 58,490.98 | 57,721.16 | -0.58% |
BSE SmallCap | 27,162.16 | 27,427.91 | 27,045.50 | -0.77% |
India VIX | 16.22 | 16.64 | 15.0025 | 0.0002 |
NIFTY Midcap 100 | 29,949.35 | 30,165.50 | 29,808.80 | -0.52% |
NIFTY Smallcap 100 | 9,043.15 | 9,141.95 | 9,007.00 | -0.83% |
NIfty smallcap 50 | 4,078.60 | 4,122.60 | 4,059.20 | -0.79% |
Nifty 100 | 16,887.05 | 17,060.05 | 16,826.10 | -0.65% |
Nifty 200 | 8,868.30 | 8,955.35 | 8,835.60 | -0.63% |
Nifty 50 | 17,043.30 | 17,224.65 | 16,987.10 | -0.65% |
Nifty 50 USD | 7,237.48 | 7,237.48 | 7,237.48 | 0.00% |
Nifty 50 Value 20 | 9,127.65 | 9,254.75 | 9,095.55 | -0.99% |
Nifty 500 | 14,358.55 | 14,499.20 | 14,306.80 | -0.66% |
Nifty Midcap 150 | 11,304.70 | 11,395.90 | 11,259.95 | -0.62% |
Nifty Midcap 50 | 8,423.50 | 8,472.00 | 8,372.75 | -0.38% |
Nifty Next 50 | 37,375.55 | 37,669.20 | 37,150.40 | -0.58% |