Stock Market Closing, 15th May 2023: ભારતીય શેરબજાર માટે સોમવારનો દિવસ શુકનવંતો રહ્યો. સોમવારે વૈશ્વિક નબળા સંકેતો વચ્ચે મજબૂત શરૂઆત થયા બાદ સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ પણ તેજી સાથે બંધ થયો. સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. રોકાણકારોની સંપત્તિ વધીને 278.67 લાખ કરોડ થઈ છે.


આજે કેટલો આવ્યો ઉછાળો


ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 317.81 પોઇન્ટના વધારા સાથે 62,345.71 પોઇન્ટ અને નિફ્ટી 84.05 પોઇન્ટના વધારા સાથે 18398.85 પોઇન્ટ પર બંધ થયા. રોકાણકારોની ખરીદીના પગલે શેરબજારમાં આજે તેજી આવી.


બેન્ક નિફ્ટીની શાનદાર ચાલ


બેન્ક નિફ્ટીએ બજારને પાછળ રાખી દીધું હતું અને આજે ફરી એકવાર તેની સર્વકાલીન ઉચ્ચ સપાટીને સ્પર્શી હતી અને ત્યાંથી પરત ફર્યા હતા. 14 ડિસેમ્બર, 2022 ના રોજ, બેંક નિફ્ટી તેની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીને સ્પર્શી હતી અને આજે ફરી એકવાર આ ઇન્ડેક્સ આ સ્તરે ગયો છે. આજે બેન્ક નિફ્ટીએ 44,000ની સપાટીને સ્પર્શીને ઊંચી સપાટી દર્શાવી હતી. જોકે ફાર્મા સેક્ટરે આજે સારું પ્રદર્શન કર્યું ન હતું અને તેના શેરમાં આજે ડાઉનટ્રેન્ડ જોવા મળ્યો છે.



સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ


બીએસઈ સેન્સેક્સમાં 30માંથી 23 શેરો વધારા સાથે અને માત્ર 7 શેર ઘટાડા સાથે બંધ થયા. જ્યારે એનએસઈ નિફ્ટીના 50માંથી 33 શેરોમાં તેજી જોવા મળી અને 17 શેરનું ઘટાડા સાથે ક્લોસિંગ થયું છે.


નિફ્ટીના સૂચકાંકની સ્થિતિ શું છે ?


નિફ્ટીના તમામ 12 સૂચકાંકો આજે ઉછાળા સાથે બંધ થયા હતા અને સવારની મિશ્ર મૂવમેન્ટની સરખામણીએ બંધ સંપૂર્ણપણે ગ્રીન રેન્જમાં હતો. નિફ્ટીના રિયલ્ટી ઇન્ડેક્સમાં આજે મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી અને તે 4.32 ટકાના વધારા સાથે બંધ થઈ. મીડિયા શેરોમાં 2.06 ટકાની સારી વૃદ્ધિ નોંધાઈ છે. એફએમસીજી શેરોમાં 1.14 ટકા અને પીએસયુ બેન્કોમાં 1.13 ટકાના વધારા સાથે આજે કારોબાર બંધ થયો હતો.


આજે સવારે કેવી થઈ શરૂઆત


આજે શેરબજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 129.20 પોઈન્ટ એટલે કે 0.21 ટકાના વધારા સાથે 62,157.10 પર ખુલવામાં સફળ રહ્યો છે. બીજી તરફ, NSE નો નિફ્ટી 24.50 પોઈન્ટ એટલે કે 0.13 ટકાની મજબૂતાઈ સાથે 18,339.30 ના સ્તર પર ખુલ્યા હતા.




આ પણ વાંચોઃ


દરરોજ કરો 50 રૂપિયાની બચત, રિટાયરમેંટ સુધીમાં જમા થઈ જશે 3 કરોડ રૂપિયા!


 ઘરે બેઠા આ રીતે મેળવો પીવીસી આધાર કાર્ડ, માત્ર 50 રૂપિયામાં થઈ જશે કામ!