Stock Market Closing, 17th January, 2023: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મંગળમય રહ્યો. લગભગ તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ રહ્યા. સેન્સેક્સમાં 500થી વધુ અને નિફ્ટીમાં 150થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો.

કેટલા પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યું માર્કેટ

ભારતીય શેરબજારનો સેન્સેક્સ આજે 562. 75 પોઇન્ટના વધારા સાથે 60,655.72 પોઈન્ટ પર, નિફ્ટી 164.81 પોઇન્ટના વધારા સાથે 18,99.71 પોઇન્ટ પર બંધ રહ્યા.  આજના ઉછાળા બાદ માર્કેટ કેપ વધીને 281.93 લાખ કરોડ રૂપિયા થઈ છે. જે સોમવારે 280.71 લાખ કરોડ  રૂપિયા હતી. આમ એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 1.22 લાખ કરોડનો વધારો થયો છે. FMCG અને ઓટો શેર્સમાં ખરીદીથી માર્કેટમાં તેજી આવી છે.


સેક્ટરની સ્થિતિ

આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઈન્ફ્રા, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મીડિયા, ફાર્મા સેક્ટરના શેરમાં ઘટાડો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરો ઉછાળા સાથે જ્યારે 7 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરો ઉછાળા સાથે જ્યારે 12 નુકસાન સાથે બંધ થયા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ (ટકાવારીમાં)
BSE Sensex 60,662.52 60,680.85 60,072.34 0.0095
BSE SmallCap 28,803.54 28,864.10 28,696.60 -0.09%
India VIX 14.62 15.31 13.84 -2.71%
NIFTY Midcap 100 31,229.45 31,321.05 31,002.50 -0.08%
NIFTY Smallcap 100 9,658.90 9,688.75 9,616.05 -0.10%
NIfty smallcap 50 4,333.90 4,357.30 4,317.15 -0.10%
Nifty 100 18,219.80 18,235.35 18,065.45 0.0081
Nifty 200 9,525.80 9,533.45 9,453.25 0.0069
Nifty 50 18,055.35 18,072.05 17,886.95 0.009