Stock Market Closing, 17th May, 2023: સપ્તાહનો ત્રીજો કારોબારી અને સતત બીજો દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો. બે દિવસમાં સેન્સેક્સમાં 700થી વધુ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો, જેના કારણે રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 277.22 લાખ કરોડ થઈ ગઈ છે, જે ગઈકાલે 278.11 લાખ કરોડ હતી અને સોમવારે રૂ. 278.98 લાખ કરોડ હતી. બે કારોબારી દિવસમાં 1.76 લાખ કરોડનો વધારો થયો છે.
આજે કેવી રહી માર્કેટની ચાલ
આજે સેન્સેક્સ 371.83 પોઇન્ટના ઘટાડા સાથે 61560.64 પોઇન્ટ અને નિફ્ટી 104.75 પોઇન્ટના ઘટાડા સાથે 18181.75 પોઇન્ટ પર બંધ થયા. મંગળવારે સેન્સેક્સ આજે 431.24 પોઈન્ટ અને નિફ્ટી 125.7 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે સોમવારે સેન્સેક્સમાં 317.81 પોઇન્ટનો અને નિફ્ટીમાં 84.05 પોઇન્ટનો વધારો થયો હતો.
બજારમાં કેમ બોલ્યો કડાકો
બેંકિંગ અને આઈટી શેરમાં વેચવાલીના કારણે બજારમાં ઘટાડો થયો છે. બેંકિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેંક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ ગેસના શેરમાં દબાણ જોવા મળ્યું.
સેક્ટર અપડેટ
આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે ઓટો અને એફએમસીજી શેરોમાં તેજી જોવા મળી હતી. મિડ-કેપ શેરો નીચે બંધ થયા હતા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 7 શેર વધીને અને 23 ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 15 શેર વધીને અને 35 શેર ઘટીને બંધ રહ્યા હતા.
વધેલા-ઘટેલા શેર્સ
આજે ઇન્ડસઇન્ડ બેન્ક 1.10 ટકા, ITC 0.87 ટકા, ભારતી એરટેલ 0.68 ટકા, મારુતિ સુઝુકી 0.56 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.29 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.12 ટકા અને SBI 0.5 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે કોટક મહિન્દ્રા 1.80 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.52 ટકા, એચસીએલ ટેક 1.50 ટકા, ટીસીએસ 1.47 ટકા, ઇન્ફોસિસ 1.32 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
સવારે કેવી થઈ હતી શરૂઆત
બીએસઈનો સેન્સેક્સ આજે 0.15 પોઈન્ટની સપાટ ચાલ સાથે 61,932.32 પર ખૂલ્યો હતો અને ગઈકાલે તે 61,932.47ના સ્તરે બંધ થયો હતો. BSEનો નિફ્ટી 13.95 પોઈન્ટના મામૂલી વધારા સાથે 18,300.45 પર ખુલ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં બેંક નિફ્ટી 37.95 પોઈન્ટ અથવા 0.09% વધીને 43,941.65 પર અને નિફ્ટી આઈટી 143.55 પોઈન્ટ્સ અથવા 0.51% ઘટીને 28,072.45 પર છે.
આજે રોકાણકારોને કેટલું થયું નુકસાન
આજના ટ્રેડિંગ સેશનમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 277.26 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 278.11 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ.85,000 કરોડનું નુકસાન થયું છે.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકામાં |
BSE Sensex | 61,595.68 | 61,979.94 | 61,340.10 | -0.54% |
BSE SmallCap | 29,869.57 | 29,990.74 | 29,720.33 | 0.24% |
India VIX | 13.11 | 13.58 | 11.90 | -1.41% |
NIFTY Midcap 100 | 32,762.75 | 32,868.05 | 32,529.45 | -0.09% |
NIFTY Smallcap 100 | 9,937.50 | 9,957.40 | 9,880.40 | 0.53% |
NIfty smallcap 50 | 4,493.10 | 4,513.05 | 4,472.40 | 0.09% |
Nifty 100 | 18,056.70 | 18,186.75 | 17,991.85 | -0.58% |
Nifty 200 | 9,511.70 | 9,572.70 | 9,474.85 | -0.52% |
Nifty 50 | 18,181.75 | 18,309.00 | 18,115.35 | -0.57% |