Stock Market Closing, 17th October, 2022: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર રહ્યો છે. સેન્સેક્સમાં 490થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. જેના કારણે સેન્સેક્સ ફરી 58 હજારને પાર થયો છે. નિફ્ટીમાં પણ 126 પોઇન્ટનો ઉછાળો આવ્યો. આજે સેન્સેક્સ 491.01 પોઇન્ટના વધારા સાથે 58410.98 પર અને નિફ્ટી 126.1 પોઇન્ટના વધારા સાથે 17311.80 પર બંધ રહ્યા. આજે પીએસયુ બેંક ઈન્ડેક્સમાં તેજી જોવા મળી. મેટલ અને રિયલ્ટી શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું.


આજે મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે બેન્કિંગ સેક્ટરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર આજે નિફ્ટીના સૌથી વધુ વધેલા શેરોની યાદીમાં ટોચ પર હતો. મિડ-કેપ અને સ્મોલ-કેપમાં પણ નજીવો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી50ના 36 શેરો લીલા નિશાન પર જ્યારે 13 શેરો લાલ નિશાન પર બંધ થયા.


બજારમાં આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એનર્જી, ફાર્મા, એમએફસીજી સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બજારમાં આજે સ્મોલ કેપ અને મિડ કેપ સેક્ટરના શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી.


વધેલા શર્સ


આજે વધેલા શેર્સ પર નજર કરીએ તો SBI 3.20 ટકા, બજાજ ફિનસર્વ 2.05 ટકા, એક્સિસ બેન્ક 1.97 ટકા, ICICI બેન્ક 1.84 ટકા, NTPC 1.64 ટકા, IndusInd બેન્ક 1.58 ટકા, રિલાયન્સ 1.44 ટકા, કોટક મહિન્દ્રા એક વધારા સાથે બંધ થયા હતા.


દિવાળી પહેલા રોકાણકારોને બખ્ખાં


દેશની ચોથી સૌથી મોટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ રિટેલ ચેઈન ઈલેક્ટ્રોનિક્સ માર્ટ (ઈલેક્ટ્રોનિક્સ માર્ટ આઈપીઓ)નો આઈપીઓ આજે શેરબજારમાં શાનદાર તેજી સાથે લિસ્ટ થયો છે. કંપનીનો સ્ટોક એનએસઈ પર 90 રૂપિયાના ભાવે લિસ્ટ થયો અને બીએસઈ પર 89.40 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો. જ્યારે કંપનીએ આઈપીઓ 59 રૂપિયાના ભાવે લાવી હતી. આમ રોકાણકારોને પહેલા જ દિવસે 52 ટકાનું શાનદાર વળતર મળ્યું છે. નોંધનીય છે કે, આ IPO 8 ઓક્ટોબર 2022 ના રોજ બંધ થયો હતો. છેલ્લા દિવસ સુધી તેને 71.93 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે, જે સબસ્ક્રિપ્શનની દ્રષ્ટિએ આ વર્ષનો બીજો સૌથી મોટો ઇશ્યૂ છે. કંપની ઈલેક્ટ્રોનિક્સ માર્ટના આઈપીઓ દ્વારા રૂ. 500 કરોડના નવા શેર ઈશ્યુ કરવા જઈ રહી છે.