Stock Market Closing, 18th October, 2022: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી છે. આજે સેન્સેક્સમાં 549.62 અને નિફ્ટીમાં 178.05 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 58960.60 અને નિફ્ટી 17489.95ની સપાટી પર બંધ થયા છે. સોમવારે પણ શેરબજાર 491 પોઇન્ટના વધારા સાથે બંધ થયું હતું.


શેરબજારમાં કેમ આવી તેજી


ભારતીય શેરબજારમાં બે દિવસમાં 1000 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. બેંકિંગ, આઈટી, એફએમસીજી સેક્ટરમાં રોકાણકારોની ખરીદી નીકળતાં શેરબજારમાં શાનદાર તેજી આવી છે. રોકાણકારોની સંપત્તિમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપ વધીને $274.55 બિલિયન થઈ ગઈ છે.


આજે કેટલા શેરમાં થયો વેપાર


આજે બજારમાં 3565 શેરનો વેપાર થયો હતો, જેમાં 2072 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 1366 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 127 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આજે 233 શેરોમાં અપર સર્કિટ જોવા મળી છે જ્યારે 145 શેર નીચલી સર્કિટ સાથે બંધ થયા છે.


એસબીઆઈ ટોપ ગેઈનર્સ


SBI, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, નેસ્લે ઈન્ડિયા અને SBI લાઈફ ઈન્સ્યોરન્સ ટોચના નિફ્ટી ગેનર્સમાં હતા. એનટીપીસી, એચડીએફસી, બજાજ ઓટો, ટેક મહિન્દ્રા અને બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ ટોપ લુઝર હતા. સેક્ટરમાં એફએમસીજી, ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર, પીએસયુ બેન્ક અને રિયલ્ટીમાં 1-4 ટકાનો ઉછાળો. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.7-1 ટકા વધ્યા છે.  મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ વધ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 40 શેર ઉછાળા સાથે બંધ થયા છે, જ્યારે 10 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર ઉછાળા સાથે બંધ થયા છે અને 5 શેર ઘટ્યા છે.


SBI ગ્રાહકોને આંચકો! બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો થયો તો લોન કરી મોંઘી


સ્ટેટ બેંક (SBI)ના કરોડો ગ્રાહકોને દિવાળી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ગ્રાહકોને બેવડો ઝટકો આપતા બેંકે તેના બચત ખાતાના વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે, તેણે તેના ધિરાણ દરોની સીમાંત કિંમતમાં પણ વધારો કર્યો છે. બેંકે બચત ખાતામાં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ કપાત 10 કરોડ રૂપિયાથી ઓછી જમા રકમ પર કરવામાં આવી છે. મતલબ કે આ કાપની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. તે જ સમયે, બેંકે બચત ખાતામાં બલ્ક ડિપોઝિટ એટલે કે 10 કરોડથી વધુ રકમ પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. આ વધારો 25 બેસિસ પોઈન્ટના આધારે કરવામાં આવ્યો છે. બેંકના બચત ખાતાના નવા દરો 15 ઓક્ટોબર, 2022થી લાગુ કરવામાં આવ્યા છે.