Stock Market Closing, 20th September 2023: ફેડ રિઝર્વની મીટિંગમાં લેવામાં આવેલા ફેંસલાની જાહેરાત પહેલા આજે એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોસિસ જેવી મોટી કંપનીઓના શેરમાં જોરદાર વેચવાલીથી ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો હતો, સ્થાનિક શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી.  


ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 796 પોઇન્ટના કડાકા સાથે 66,800.84 પોઇન્ટ, નિફ્ટી 231.9 પોઇન્ટ ઘટીને 19901.40 પોઇન્ટ અને બેંક નિફ્ટી 595.25 પોઇન્ટ ઘટીને 45384.60 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. બજારના ઘટાડા પાછળનું મુખ્ય કારણ બેંક નિફ્ટીમાં ઘટાડો પણ છે. આજના ટ્રેડિંગમાં, બેંક નિફ્ટી એક તબક્કે 703 પોઈન્ટ્સ લપસી ગયો હતો.


રોકાણકારોને 3 લાખ કરોડથી વધુનું નુકસાન


માર્કેટ કેપમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને 18 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ 323 લાખ કરોડ રૂપિયા હતું અને આજે તે ઘટીને 320.66 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. આનો અર્થ એ થયો કે આજના ટ્રેડિંગ સેશનમાં અત્યાર સુધીમાં માર્કેટ કેપમાં રૂ. 3 લાખ કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ રીતે આજે ઘટી રહેલા માર્કેટમાં રોકાણકારોના રૂ. 3 લાખ કરોડથી વધુ રૂપિયા સ્વાહા થયા છે.




સેન્સેક્સના 30માંથી માત્ર 7 શેર જ લીલા રંગમાં  


બજારના ઘટાડાની સ્થિતિ એવી છે કે સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેરોમાં જ લીલી વૃદ્ધિ જોવા મળી રહી છે અને 23 શેરોમાં ઘટાડો છે. એચડીએફસી બેંકમાં સૌથી વધુ 3.90 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ બેંકિંગ દિગ્ગજના ભારે ઘટાડાથી શેરબજાર પણ નીચે ખેંચાઈ ગયું છે કારણ કે તેનું વેઇટેજ વધારે છે. JSW સ્ટીલ 2.56 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.18 ટકા ડાઉન ટ્રેડ થઈ રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.80 ટકા અને મારુતિ 1.65 ટકા લપસી ગયા છે. ટાટા સ્ટીલ 1.46 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.


કડાકા માટે જવાબદાર કારણો



  • ભારતીય દિગ્ગજ કંપનીઓના શેરોમાં વેચવાલી

  • ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો

  • ગ્લોબલ માર્કેટ

  • FIIની વેચવાલી