Stock Market Closing, 20th January, 2023: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટડા સાથે બંધ રહ્યું. સતત બીજા દિવસે ભારતીય શેરબજાર ઘટડા સાથે બંધ રહ્યું છે. એફએમસીજી, ફાર્મા અને મેટલ શેર્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 280.24 લાખ કરોડ થઈ છે. એટલે કે ગઈકાલ કરતાં 1.6 લાખ કરોડનો ઘટાડો થયો છે.
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 236.66 પોઇન્ટના ઘટાડા સાથે 60,621.77 પોઇન્ટ પર અને નિફ્ટી 84.21 પોઇન્ટના ઘટાડા સાથે 18,9874.68 પોઇન્ટ પર બંધ થયા છે. આઈટી અને એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે.
સેક્ટરની સ્થિતિ
આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓઈલ અને ગેસ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. બેન્ક નિફ્ટી 177 પોઈન્ટના વધારા સાથે 42506 પર બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટીએ મોટા ઘટાડાથી બજારને કબજે કર્યું છે. તો ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી અને ઈન્ફ્રા સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ નુકસાન સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 21 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 12 શેરો ઉછાળા સાથે જ્યારે 38 નુકસાન સાથે બંધ થયા હતા.
વધનારા-ઘટનારા શેર્સ
આજના ટ્રેડિંગ સેશનમાં પાવર ગ્રીડ 1.20 ટકા, HDFC બેન્ક 1.02 ટકા, HDFC 0.87 ટકા, ITC 0.72 ટકા, ટાટા મોટર્સ 0.59 ટકાના વધારા સાથે બંધ થયા હતા. તો HUL 3.84 ટકા, એશિયન પેઇન્ટ્સ 2.79 ટકા, બજાજ ફાઇનાન્સ 2.57 ટકા, નેસ્લે 2.37 ટકા અને બજાજ ફિનસર્વ 1.58 ટકા, રિલાયન્સ 1.15 ટકા, લાર્સન 1.15 ટકા, ઇન્ફોસીસ 1.3 ટકા, ફાર્મા 1.3 ટકા, સન 1.9 ટકા. ભારતી એરટેલ 0.89 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે.
કેટલી થઈ રોકાણકારોની સંપત્તિ
આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 280.24 લાખ કરોડ થઈ છે. ગુરુવારના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ 281.84 લાખ કરોડ થઈ હતી. બુધવારના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ 282.68 લાખ કરોડ થઈ હતી. મંગળવારના ઉછાળા બાદ માર્કેટ કેપ વધીને 281.93 લાખ કરોડ રૂપિયા થઈ હતી. જે સોમવારે 280.71 લાખ કરોડ રૂપિયા હતી.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકામાં) |
BSE Sensex | 60,603.23 | 61,001.18 | 60,593.33 | -0.42% |
BSE SmallCap | 28,619.91 | 28,853.06 | 28,611.16 | -0.53% |
India VIX | 13.79 | 14.19 | 11.64 | -1.24% |
NIFTY Midcap 100 | 31,099.80 | 31,387.70 | 31,064.15 | -0.78% |
NIFTY Smallcap 100 | 9,569.10 | 9,651.85 | 9,555.55 | -0.57% |
NIfty smallcap 50 | 4,288.65 | 4,327.90 | 4,284.65 | -0.63% |
Nifty 100 | 18,169.45 | 18,278.15 | 18,156.00 | -0.41% |
Nifty 200 | 9,497.80 | 9,557.85 | 9,490.90 | -0.46% |
Nifty 50 | 18,027.65 | 18,145.45 | 18,016.20 | -0.44% |