Videocon Loan Fraud Case: બોમ્બે હાઈકોર્ટે વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. CBI દ્વારા 26 ડિસેમ્બર 2022ના રોજ ધૂતની ધરપકડ કરવામાં આવી હતી. 13 જાન્યુઆરી 2023ના રોજ, બોમ્બે હાઈકોર્ટે આઈસીઆઈસીઆઈ બેંક લોન કૌભાંડ કેસમાં (Videocon Loan Fraud Case) સીબીઆઈએ પોતાનો જવાબ દાખલ કર્યા પછી પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.


વાસ્તવમાં, વેણુગોપાલ ધૂતના વકીલે કથિત બેંક લોન કૌભાંડ (ICICI Bank-Videocon loan fraud case) કેસમાં દાખલ કરવામાં આવેલી FIR રદ કરવાની માંગ કરી હતી. ધૂતે તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. ધૂતના વકીલે કોર્ટને કહ્યું હતું કે ધૂતના હૃદયમાં 99 ટકા બ્લોકેજ છે. આવા સ્વાસ્થ્યના કારણોસર તેમને જામીન આપવાની માંગ કરવામાં આવી હતી. છેલ્લી સુનાવણી દરમિયાન વેણુગોપાલ ધૂતના વકીલે ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો અને પૂછ્યું કે આટલા વર્ષો પછી ધરપકડ કેમ કરવામાં આવી?


સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે વેણુગોપાલ ધૂત તપાસમાં સહકાર આપી રહ્યા નથી અને સંપૂર્ણ માહિતી આપી રહ્યા નથી. સીબીઆઈના વકીલે છેલ્લી સુનાવણીમાં કહ્યું હતું કે જ્યારે સીબીઆઈ એક સાથે પૂછપરછ કરવા માંગતી હતી ત્યારે ધૂત અને ચંદા કોચર ઈરાદાપૂર્વક પૂછપરછ માટે હાજર ન રહેવાનો વ્યવસ્થિત પ્રયાસ કરી રહ્યા હતા. CBI દ્વારા 23 ડિસેમ્બર 2023ના રોજ ચંદા કોચરની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી વેણુગોપાલ ધૂતને પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓ આવ્યા ન હતા. 25મી ડિસેમ્બરે ફરી ફોન કર્યો હતો, તે આવ્યા નહોતા અને 26મી ડિસેમ્બરે આવ્યા ત્યારે ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરતા હતા. સીબીઆઈ દ્વારા તે જ દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી.


મુંબઈની વિશેષ અદાલતે 5 જાન્યુઆરી, 2023ના રોજ વેણુગોપાલ ધૂતની જામીન અરજી ફગાવી દીધી હતી. જે બાદ તેણે બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. અગાઉ, 9 જાન્યુઆરી, 2023 ના રોજ, ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર (Chanda Kochar) અને તેમના પતિ દીપકને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા.


આ પણ વાંચોઃ


Twitter Auction: સોનું નહીં, હીરાના ભાવે વેચાયું ટ્વિટર બર્ડ! ઇલોન મસ્ક થયા માલામાલ


1 એપ્રિલથી ભંગાર થઈ જશે આ તમામ 15 વર્ષ જૂના વાહનો, જાણો રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીનો નવો આદેશ