Stock Market Closing: સપ્તાહના પ્રથમ દિવસે આજે માર્કેટ લીલા નિશાન સાથે બંધ થયું છે. માર્કેટમાં આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં આજે 700થી વઝુ પોઈન્ટનો વધારો થયો છે. જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. રોકાણ કારોની સંપત્તિમાં 5 કરોડ 75 લાખ 839 રૂપિયાનો વધારો થયા છો.
ભારતીય શેરબજાર ફરી ઊછાળો જોવા મળ્યો
ગયા અઠવાડિયે સતત ત્રણ દિવસ સુધી મોટો ઘટાડો જોયા પછી, નાતાલની રજાના બીજા જ દિવસે ભારતીય શેરબજાર ફરી ઊછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ ફરી 60,000 અને નિફ્ટી 18,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. રોકાણકારોની ખરીદીને કારણે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે જોરદાર તેજી સાથે બંધ થયું છે. BSE સેન્સેક્સ 721 પોઈન્ટના ઉછાળા સાથે 60,566 પર અને NSE નિફ્ટી 207 પોઈન્ટના ઉછાળા સાથે 18014 પર બંધ રહ્યો હતો.
ફાર્મા અને હેલ્થકેર શેરોને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરના શેરો જોરદાર તેજી સાથે બંઘ રહ્યા હતા. બજારમાં ઉછાળાનું કારણ બેન્કિંગ શેરોની ખરીદી હતી. બેન્ક નિફ્ટી 2.31 ટકાના વધારા સાથે બંધ થયો હતો. નિફ્ટી આઈટી, નિફ્ટી ઓટો, નિફ્ટી પીએસયુ બેન્ક, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી મેટલ્સ પણ તેજી સાથે બંધ થયા છે. આજના ટ્રેડિંગ સેશનમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 11 ડાઉન હતા જ્યારે 39 વધીને બંધ થયા હતા જ્યારે સેન્સેક્સના 30માંથી 25 શેર તેજી સાથે બંધ થયા હતા અને 5 ડાઉન હતા.
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 59845.29ની સામે 90.21 પોઈન્ટ ઘટીને 59755.08 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 17806.8ની સામે 23.50 પોઈન્ટ વધીને 17830.4 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 41668.05ની સામે 48.30 પોઈન્ટ વધીને 41716.35 પર ખુલ્યો હતો.
ટોપ ગેઈનર્સ
વિદેશી રોકાણકારો સતત રોકાણ પાછું ખેંચી રહ્યા છે
ભારતીય મૂડીબજારમાંથી વિદેશી રોકાણકારોના નાણાં પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 706.84 કરોડના શેર વેચીને બજારમાંથી નાણાં પાછા ખેંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3,398.98 કરોડના શેર ખરીદ્યા હતા.
ટોપ લુઝર્સ
2022/12/26/76d89fce88b56ca319a499c0ddcc8f251672049077062397_original.JPG" />
સ્ટોક માર્કેટ પર પડી આ વાતોની અસર
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મજબૂતીના સંકેત દેખાઈ રહ્યા છે. આમ છતાં શેરબજારોમાં નબળાઈનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમેરિકન બજારની અસર વિશ્વભરના બજારો પર પડે છે. અમેરિકાની અર્થવ્યવસ્થાનો વિકાસ ત્રીજા ક્વાર્ટરમાં 3.2 ટકા રહ્યો છે. મોંઘવારી પણ ઘટી છે. જો કે, તે હજુ પણ ફેડરલ રિઝર્વના લક્ષ્ય કરતાં વધુ છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે યુએસ સેન્ટ્રલ બેંક વ્યાજ દરમાં વધારો કરવાનું ચાલુ રાખશે.