Stock Market Closing, 26th May 2023:  સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર રહ્યો. વૈશ્વિક બજારોમાંથી મળેલા સમર્થનના આધારે સ્થાનિક બજારે મજબૂતીથી કારોબારની શરૂઆત કરી હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો. આજે સેન્સેક્સમાં આવેલા ઉછાળાથી રોકાણકારોની સંપત્તિ વધીને 282.61 લાખ કરોડ પર પહોંચી છે, જે ગુરુવારે 280.46 લાખ કરોડ હતી. રોકાણકારોની સંપત્તિમાં બે લાખ કરોડથી વધુનો વધારો થયો છે. રોકાણકારોની ખરીદીના કારણે બજારમાં તમામ સેક્ટર્સના સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી. એફએમસીજી અને આઈટી સેક્ટર સ્ટાર રહ્યા. સેન્સેક્સ ફરી 62 હજારને પાર થવામાં સફળ રહ્યો.

આજે કેમ આવી તેજી

રોકાણકારોની ખરીદીના કારણે આજે શેરબજારમાં તેજી આવી હતી. કારોબારી દિવસના અંતે સેન્સેક્સ 629.07 પોઇન્ટ વધીને 62501.69 પોઇન્ટ પર અને નિફ્ટી 178.2 પોઇન્ટ વધીને 18499.2  પોઇન્ટ પર બંધ રહ્યા હતા. ગુરુવારે સેન્સેક્સ 98.84 પોઇન્ટ અને નિફ્ટી 35.75 પોઇન્ટ વધીને 18321.15 પોઇન્ટ પર બંધ રહ્યા. બુધવારે સેન્સેક્સ 208.01 પોઇન્ટ અને નિફ્ટી 62.6 પોઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. મંગળવારે સેન્સેક્સ 18.11 પોઇન્ટનો વધારો થયો હતો. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 234 પોઇન્ટ અને નિફ્ટી 100.55 પોઇન્ટ વધ્યા હતા. ચાલુ સપ્તાહે ચાર દિવસ શેરબજાર વધારા સાથે બંધ થયું હતું.

સેક્ટર અપડેટ

આજના કારોબારમાં નિફ્ટી એફએમસીજીમાં 731 પોઈન્ટ અથવા 1.47 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી આઈટી પણ 1.48 ટકા અથવા 427 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 0.77 ટકા વધ્યો. આ સિવાય ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેર પણ જોરદાર બંધ રહ્યા હતા.


રોકાણકારોની સંપત્તિમાં વધારો

આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 282.61 લાખ કરોડ થયું છે, જે ગુરુવારે રૂ. 280.46 કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.15 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.


ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકાવારી
BSE MidCap 26,803.15 26,827.74 26,547.06 0.82%
BSE Sensex 62,501.69 62,529.83 61,911.61 1.02%
BSE SmallCap 30,162.66 30,190.63 30,039.45 0.49%
India VIX 11.90 12.86 11.70 -4.95%
NIFTY Midcap 100 33,425.10 33,454.75 33,180.00 0.81%
NIFTY Smallcap 100 10,010.80 10,024.20 9,967.65 0.53%
NIfty smallcap 50 4,545.20 4,549.30 4,502.70 0.97%
Nifty 100 18,393.05 18,400.70 18,223.30 0.99%
Nifty 200 9,690.95 9,695.40 9,606.00 0.96%
Nifty 50 18,499.35 18,508.55 18,333.15 0.97%

આ પણ વાંચોઃ

Adani Wilmar: અદાણી હવે ઘઉં પણ વેચશે, ગુજરાત સહિત આ રાજ્યોમાં કરશે વેચાણની શરૂઆત