Stock Market Closing, 27th June, 2023:  ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મંગળ રહ્યો, જેના કારણે ત્રણ કારોબારી દિવસથી ચાલ્યા આવતા ઘટાડા પર બ્રેક લાગી હતી. રોકાણકારોની ખરીદીના પગલે આજે શેરબજારમાં આવેલી તેજીના કારણે માર્કેટ કેપમાં આશરે 1.50 લાખ કરોડનો વધારો થયો છે. આજેના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ 292.16 લાખ કરોડ પર પહોંચી છે, જે સોમવારે 290.67 લાખ કરોડ હતી.


આજે કેમ આવ્યો ઉછાળો


આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ  446.03 પોઇન્ટના વધારા સાથે 63,416.03 પોઇન્ટ અને નિફ્ટી 126.2 પોઇન્ટના વધારા પર 126.2 પોઇન્ટ પર બંધ રહ્યા. 1 જુલાઈથી HDFC બેન્ક અને HDFC બેન્કના મર્જરના સમાચાર મળતાં જ બેન્કિંગ શેરોમાં ખરીદી નીકળી હતી. જેના કારણે બજાર ઉંચકાયું હતું. બેન્ક નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે 1965 શેર વધ્યા, 1420 શેર ઘટ્યા અને 138 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો. સોમવારે સેન્સેક્સ 9.37 પોઇન્ટના ઘટાડા સાથે 62970 પોઇન્ટ પર અને નિફ્ટી 25.7 પોઇન્ટ વધીને 18691.20 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.






સેક્ટોરલ અપડેટ


આજના કારોબારમાં સૌથી વધુ વધારો બેન્કિંગ અને નાણાકીય સેક્ટરના શેરોમાં જોવા મળ્યો. બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે બેન્ક નિફ્ટીએ 44,000નો આંકડો પાર કર્યો હતો. બેંક નિફ્ટી 480 પોઈન્ટના ઉછાળા સાથે 44,121 પોઈન્ટ પર બંધ થયો છે. અન્ય સેક્ટર પર નજર કરીએ તો ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. મિડ કેપ શેરોની ખરીદીને કારણે મિડ કેપ ઈન્ડેક્સમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. સ્મોલ કેપ શેરો પણ શાનદાર ઉછાળા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો ઉછાળા સાથે અને 50 નિફ્ટીમાંથી 38 શેરો ઉછાળા સાથે અને 12 નુકસાન સાથે બંધ થયા હતા.



આજે કેવી થઈ હતી શરૂઆત


વૈશ્વિક મિશ્ર સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 223.78 પોઈન્ટ અને નિફ્ટી 68.80 પોઈન્ટ વધીને 18,760 પર ખૂલ્યા હતા.




રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.44 લાખ કરોડનો ઉછાળો


શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બજાર બંધ થતાં BSEનું માર્કેટ કેપ રૂ. 292.16 લાખ કરોડના સ્તરે બંધ થયું છે, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 290.67 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.44 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે. જો કે બુધવારે શેરબજાર ખુલ્લું રહેશે. અગાઉ બુધવારે બજાર બંધ હતું. પરંતુ હવે ગુરુવારે ઈદની રજા રહેશે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial