Stock Market Closing, 30th May, 2023: સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં સુસ્તી જોવા મળી. સવારે સપાટ શરૂઆત થયા બાદ દિવસના અંતે બજાર સાધારણ વધારા સાથે બંધ થયું. વોલેટિલિટીથી બજારમાં સુસ્તી જોવા મળી, જોકે તેમ છતાં સેન્સેક્સ 63 હજાર નજીક બંધ થવામાં સફળ રહ્યો. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 283.99 લાખ કરોડ પર પહોંચી છે, જે સોમવારે 283.80 લાખ કરોડ હતી.






આજે ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 122.75 પોઇન્ટના વધારા સાથે 62969.13 પોઇન્ટ અને નિફ્ટી 35.2 પોઇન્ટ વધીને 18633.85 પોઇન્ટ પર બંધ રહ્યા. સોમવારે સેન્સેક્સ 344.69 પોઇન્ટ અને નિફ્ટી 91.65 પોઇન્ટ વધીને બંધ થયા હતા. છેલ્લા કારોબારી દિવસમાં શેરબજારમાં આશરે 1100 પોઇન્ટનો વધારો થયો છે.


સેક્ટર અપડેટ


મીડિયા શેર્સમાં 0.68 ટકા અને ખાનગી બેન્કોએ 0.58 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. એફએમસીજી શેરમાં 0.59 ટકા અને નાણાકીય શેરમાં 0.50 ટકાની મજબૂતી સાથે ટ્રેડિંગ જોવામાં આવ્યું છે.


સેન્સેક્સ અને નિફ્ટીના હાલ


સેન્સેક્સના 30માંથી 18 શેરોમાં ઉછાળા સાથે ટ્રેડિંગ બંધ થયું છે અને 12 શેરોમાં ઘટાડા સાથે સ્ટોક ક્લોઝિંગ જોવામાં આવ્યું છે. તે જ સમયે, નિફ્ટીના 50માંથી 22 શેરો તેજી સાથે બંધ થયા હતા. 26 શેરોમાં કારોબાર મજબૂત બંધ રહ્યો હતો.


સેન્સેક્સના કયા શેરો વધ્યા


આજે  સેન્સેક્સના શેરો ઉછળ્યા છે તેમાં ITC પહેલા 2.31 ટકા વધીને બંધ થયો છે. Bajaj Finserv, Kotak Mahindra Bank, Bajaj Finance, Axis Bank, HCL Tech, Wipro, UltraTech Cement, IndusInd Bank, Infosys, ICICI Bank, PowerGrid, NTPC, HUL, Asian Paints, HDFC બેંક અને HDFC બેંક આજે તેજી સાથે બંધ છે.


કયા શેરોમાં ઘટાડો થયો


ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, નેસ્લે, સન ફાર્મા, એલએન્ડટી, ટાટા મોટર્સ, ટાઈટન, એસબીઆઈ, ભારતી એરટેલ, ટીસીએસ, એમએન્ડએમ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટ્રેડિંગ આજે નુકસાન સાથે સમાપ્ત થયા હતા.


બેન્ક નિફ્ટીની સ્થિતિ કેવી હતી


બેંક નિફ્ટીની સ્થિતિ આજે મિશ્ર હતી, પરંતુ બંધ થવાના સમયે બેંક નિફ્ટી ઉછાળા સાથે બંધ થયો હતો. 124 પોઈન્ટના ઉછાળા સાથે બેંક નિફ્ટી 44,436ના સ્તરે બંધ થવામાં સફળ રહી.




માર્કેટ એક્સપર્ટના કહેવા મુજબ, માર્કેટની નજર હજુ પણ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન અને રિપબ્લિકન કેવિન મેકાર્થિની વચ્ચે થનારી વાટાઘાટો પર છે. આ ઉપરાંત વિદેશી સંસ્થાગત રોકાણકારો ભારતીય ઈક્વિટિઝમાં ખરીદી કરી રહ્યા છે, જેથી ભારતીય બજારને સપોર્ટ મળ્યો છે.