Stock Market Closing, 4th August 2023: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજારમાં મંદી પર બ્રેક લાગી હતી. છેલ્લા બે દિવસમાં 1300થી વધુ પોઈન્ટના બોલેલા કડાકા બાદ આજે શેરબજાર સુધારા સાથે બંધ રહ્યું હતું. આજના કારોબારમાં IT શેર વધ્યા હતા, જ્યારે ઓટો શેર ઘટ્યા હતા. આજના કારોબારી દિવસના અંતે રોકાણકારોની સંપત્તિ વધીને 304.04 લાખ કરોડ થઈ હતી, જે ગુરુવારે 302.39 લાખ કરોડ રૂપિયા હતું. બીએસઈ પર ઝોમાટો, આઈઆરએફસી, એસબીઆઈ, ઈન્ફોસિસ અને એચડીએફસી બેંક સૌથી વધુ એક્ટિવ રહ્યા હતા.
આજના કારોબારી દિવસના અંતે સેન્સેક્સ 480.57 પોઇન્ટના વધારા સાથે 65721.25 પોઇન્ટ અને નિફ્ટી 135.35 પોઇન્ટના વધારા સાથે 19517.00 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. બેંક નિફ્ટીમાં પણ 366 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. આજે 2177 શેર વઝ્યા, 1296 શેર ઘટ્યા અને 139 શેર યથાવત રહ્યા હતા.
આજે બજારમાં કેમ થયો સુધારો
આઈટી અને બેંકિંગ શેર્સમાં ખરીદી નીકળતાં ભારતીય શેરબજારને ટેકો મળ્યો હતો. જેના કારણે બે દિવસ બાદ માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો. મિડકેપ શેર્સમાં પણ ખરીદ જોવા મળી હતી.
સેક્ટરોલ અપડેટ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ જેવા સેક્ટરના શેરો તેજી સાથે બંધ થયા હતા. જ્યારે ઓટો અને એફએમસીજી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી. નિફ્ટીના 50 શેરોમાંથી 30 વધ્યા અને 20 નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા અને 12 નુકસાન સાથે બંધ થયા.
નિફ્ટીના વધનારા ઘટનારા શેર્સ
સિપ્લા, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, વિપ્રો અને ભારતી એરટેલ નિફ્ટીના ટોચના વધનારા શેર્સ હતા. જ્યારે એસબીઆઈ, બજાજ ઓટો, બીપીસીએલ, એનટીપીસી અને મારુતિ સુઝુકી ટોચના ઘટનારા શેર્સ હતા. ફાર્મા અને આટી સેક્ટર 1 ટકા સુધી વધ્યા હતા. જ્યારે બેંક, મેટલ, કેપિટલ ગુડ્સ અને મેટલમાં 0.5 ટકા સુધી વધારો થયો હતો. જ્યારે ઓટો અને પાવર સેક્ટરમાં ઘટાડો થયો હતો. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપમાં 0.6 ટકા સુધી વધારો થયો હતો.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
શેરબજારમાં આવેલી શાનદાર તેજીના કારણે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 304.04 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે ગયા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 302.39 કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.65 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકામાં |
BSE Sensex | 65,721.25 | 65,799.27 | 65,387.18 | 0.74% |
BSE SmallCap | 35,070.65 | 35,187.69 | 34,958.79 | 0.66% |
India VIX | 10.57 | 11.19 | 10.48 | -5.48% |
NIFTY Midcap 100 | 37,630.60 | 37,715.05 | 37,419.75 | 0.82% |
NIFTY Smallcap 100 | 11,698.05 | 11,765.10 | 11,669.20 | 0.76% |
NIfty smallcap 50 | 5,297.30 | 5,334.25 | 5,280.30 | 0.74% |
Nifty 100 | 19,448.75 | 19,472.50 | 19,378.40 | 0.71% |
Nifty 200 | 10,337.35 | 10,348.75 | 10,298.70 | 0.73% |
Nifty 50 | 19,517.00 | 19,538.85 | 19,436.45 | 0.70% |
આજે કેવી થઈ હતી શરૂઆત
આજના કારોબારી દિવસની શરૂઆત વધારા સાથે થઈ હતી. આજે સેન્સેક્સ 257.05 પોઈન્ટ વધારા સાથે 65,497.73 ના સ્તર પર અને નિફ્ટી 81.10 પોઈન્ટ વધીને 19,462.80 પર પહોંચ્યો હતો.