Stock Market Closing, 5th January, 2023: વર્ષ 2023માં શેરબજારની શાનદાર શરૂઆત થયા બાદ છેલ્લા બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ભારતીય શેરબજારમાં 1000 પોઇન્ટનો કડાકો બોલ્યો છે, જેના કારણે રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે.

આજે શું થયું

ભારતીય શેરબજારની આજે 190 પોઇન્ટના વધારા સાથે શરૂઆત થઈ હતી. જોકે દિવસના અંતે સેન્સેક્સ 304 પોઇન્ટના ઘટડા સાથે બંધ રહ્યો. આજે સેન્સેક્સ 304.18 પોઇન્ટના ઘટાડા સાથે 60353.27 અને નિફ્ટી 50.8 પોઇન્ટના ઘટાડા સાથે 17992.15 પોઇન્ટ પર બંધ રહ્યા.  બેંકનિફ્ટી 350.1ના ઘટાડા સાથે 42608.70 પોઇન્ટ પર બંધ રહી.

શેરબજારમાં કેમ થયો ઘટાડો

રોકાણકારોની વેચવાલી અને વિદેશી બજારમાં ઘટાડાના કારણે શેરબજારમાં ઘટાડો થયો છે. કોરોના વાયરસ, મોંઘવારી, ઊંચા વ્યાજદર, રશિયા-યુક્રેન યુદ્ધ, મંદી જેવા પરિબળો માર્કેટ માટે ચિંતાનો વિષય છે.  એક્સપર્ટનું કહેવું છે કે વર્તમાન ઘટાડાથી ગભરાવાની જરૂર નથી, ઘટાડાનો ફાયદો ઉઠાવો. બજેટ પહેલા અને પછીના ટ્રેન્ડને જોઈએ તો પ્રી બજેટ મહિનામાં ઘટાડો અને પોસ્ટ બજેટ મહિનામાં તેજીનો કરંટ જોવા મળ્યો છે.

સેકટરની સ્થિતિ

આજે બજારમાં ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી સેક્ટરના શેરમાં લેવાલી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેરો ઉછાળા સાથે જ્યારે 16 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 31 શેરો ઉપર અને 19 શેરો ડાઉન છે.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્મ સ્તર બદલાવ (ટકાવારી)
BSE Sensex 60,379.43 60,877.06 60,049.84 -0.46%
BSE SmallCap 29,005.42 29,116.76 28,833.39 0.04%
India VIX 14.98 15.60 14.81 -1.41%
NIFTY Midcap 100 31,661.50 31,693.50 31,395.75 0.50%
NIFTY Smallcap 100 9,735.25 9,778.70 9,653.40 0.03%
NIfty smallcap 50 4,358.65 4,378.10 4,329.70 0.04%
Nifty 100 18,150.00 18,256.30 18,032.45 -0.13%
Nifty 200 9,510.80 9,558.30 9,447.00 -0.05%
Nifty 50 17,992.15 18,120.30 17,892.60 -0.28%


બુધવારે કેટલો થયો ઘટાડો

બુધવારે ભારતીય શેરબજારનો સેન્સેક્સ 636.75 પોઇન્ટના ઘટાડા સાથે 60,657.45 પર બંધ રહ્યો. જ્યારે નિફ્ટી 189.6 પોઇન્ટના ઘટાડા સાથે 18042.95 પર બંધ રહી હતી. બેંક નિફ્ટી 466.45 પોઇન્ટના ઘટાડા સાથે 42958.80 પોઇન્ટ પર બંધ રહી.


આ પણ વાંચોઃ

મલ્ટિબેગર સ્ટોક બજાજ ફાઇનાન્સ એક જ દિવસમાં ₹500 તૂટ્યો, રોકાણકારોએ ₹30,000 કરોડ ગુમાવ્યા!