Stock Market Closing, 6th March, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર રહ્યો. આજે સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા બે કારોબારી દિવસમાં સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો વધારો થયો છે. જેના કારણે રોકાણકારો માલામાલ થયા છે. રોકાણકારોની સંપત્તિ વધીને 265.54 લાખ કરોડ થઈ છે. 2 માર્ચ ગુુરુવારના રોજ રોકાણકારોની સંપત્તિ 259.94 લાખ કરોડ હતી. બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 5.60લાખ કરોડ વધારો થયો છે.
આજે કેટલો આવ્યો ઉછાળો
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 415.49 પોઇન્ટ વધીને 60,224.46 પોઇન્ટ પર, નિફ્ટી 123.80 અંકના વધારા સાથે 18620.53 પોઇન્ટ પર બંધ રહ્યા. શુક્વારે સેન્સેક્સ 899.62 પોઇન્ટના વધારા સાથે 59,808.97 પોઇન્ટ અને નિફ્ટી 272.40 પોઇન્ટના વધારા સાથે 17594.30 પર બંધ રહ્યા હતા. આમ બે દિવસમાં 1300થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે.
આજે કેમ થયો વધારો
આઈટી અને બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે શેરબજાર વધારા સાથે બંધ થયું હતું.
સેક્ટર અપડેટ
આજના ટ્રેડિંગ સેશનમાં રિયલ એસ્ટેટ અને જાહેર ક્ષેત્રની બેંકોના ઈન્ડેક્સ સિવાય તમામ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. બેંકિંગ, આઈટી, ઓટો, ફાર્મા, મેટલ્સ. એનર્જી, ઇન્ફ્રા, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી અને હેલ્થકેર સેક્ટરના શેરો પ્રભાવશાળી ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે માત્ર 5 શેરો ઘટીને બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાં 38 શેર વધીને જ્યારે 12 ઘટીને બંધ રહ્યા હતા.
વધેલા-ઘટેલા શેર્સ
આજના વેપારમાં અદાણી એન્ટરપ્રાઇઝ 5.50 ટકા, ટાટા મોટર્સ 2.83 ટકા, ઓએનજીસી 2.56 ટકા, એનટીપીસી 2.43 ટકા, પાવર ગ્રીડ 2.27 ટકા, ઇન્ફોસિસ 1.90 ટકા, બજાજ ફિનસર્વ 1.88 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે બ્રિટાનિયા 2.09 ટકા, ટાટા સ્ટીલ 1.26 ટકા, JSW 1.18 ટકા, હિન્દાલ્કો 0.58 ટકા ઘટીને બંધ થયા છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 59808.97ની સામે 198.07 પોઈન્ટ વધીને 60007.04 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 17594.35ની સામે 86 પોઈન્ટ વધીને 17680.35 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 41251.35ની સામે 167.05 પોઈન્ટ વધીને 41418.4 પર ખુલ્યો હતો.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકાવારીમાં |
BSE Sensex | 60,238.46 | 60,498.48 | 60,005.65 | 0.72% |
BSE SmallCap | 28,090.55 | 28,209.74 | 27,881.51 | 0.88% |
India VIX | 12.27 | 12.47 | 11.84 | 0.72% |
NIFTY Midcap 100 | 30,960.05 | 31,093.95 | 30,825.75 | 0.85% |
NIFTY Smallcap 100 | 9,442.10 | 9,484.65 | 9,386.75 | 1.12% |
NIfty smallcap 50 | 4,256.65 | 4,272.65 | 4,232.55 | 1.19% |
Nifty 100 | 17,506.30 | 17,586.05 | 17,467.80 | 0.01 |
Nifty 200 | 9,190.05 | 9,228.45 | 9,167.55 | 0.01 |
Nifty 50 | 17,711.45 | 17,799.95 | 17,671.95 | 0.0067 |