Stock Market Closing:  સોમવારે (29 જાન્યુઆરી) સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી હતી. સતત 3 દિવસના ઘટાડા પછી બજારમાં તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ-નિફ્ટી તેજી સાથે બંધ થયા. ટ્રેડિંગના અંતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 30 શેર પર આધારિત 1240.90 પોઈન્ટ અથવા 1.76 ટકાના વધારા સાથે 71,941.57 પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 385.00 પોઈન્ટ અથવા 1.80 ટકાના વધારા સાથે 21737.60 ના સ્તર પર બંધ થયો હતો.






માર્કેટ કેપમાં છ લાખ કરોડનો વધારો


શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી જેના કારણો રોકાણકારોની  સંપત્તિમાં પણ વધારો થયો હતો. બીએસઇ પર લિસ્ટેડ કંપનીનો માર્કેટ કેપ 377.17 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું. જ્યારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપ 371.28 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે આજે ટ્રેડમાં રોકાણકારોની સંપત્તિમાં 5.58 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.


આ કંપનીના શેરમાં થયો ઘટાડો


ONGC, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઈઝ, કોલ ઈન્ડિયા અને અદાણી પોર્ટ્સ સોમવારે નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ રહ્યા હતા. જ્યારે Cipla, ITC, LTIMindtree, Bajaj Auto અને Infosys નિફ્ટીના ટોપ લૂઝર રહ્યા હતા.


બજારના માર્કેટ કેપિટલાઇઝેશનમાં 6 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સોમવારે નિફ્ટીના 38 શેરો લીલા નિશાન પર બંધ થયા હતા જ્યારે 11 લાલ શેરો લાલ નિશાન પર બંધ રહ્યા હતા. એક શેરમાં કોઈ ફેરફાર થયો નથી. આ સમયગાળા દરમિયાન ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી બેન્ક અને સન ફાર્માસ્યુટિકલ્સના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. નુકસાનમાં રહેનારા શેરોમાં સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, બજાજ ઓટો, આઈટીસી અને ડિવિઝ લેબોરેટરીઝ સામેલ છે.


વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા વેચવાલી અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી ભાવમાં વધારો થયો હતો. શેરબજારના ડેટા અનુસાર, FIIએ ગુરુવારે 2,144 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.


સેક્ટરની સ્થિતિ


આજે ટ્રેડિંગ સેશનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઓએનજીસીના સ્ટોકમાં તેજી જોવા મળી હતી જેના કારણે એનર્જી ઇન્ડેક્સ 1820 પોઇન્ટ અથવા 5.17 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો. તે સિવાય બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, કન્ઝ્યૂમર, ડ્યૂરેબલ્સ, હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના સ્ટોક્સમાં પણ તેજી જોવા મળી હતી. ફક્ત એફએમસીજી સ્ટોક્સમાં ઘટાડો થયો હતો. આજે મિડ કેપ અને સ્મોલ કેપ શેર તેજી સાથે બંધ થયા હતા.