Stock Market Closing On 11th November 2022: બે દિવસના ઘટાડા પછી સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે ખૂબ જ સારો રહ્યો છે. આઈટી સ્ટોક્સ અને એચડીએફસી બેંક - એચડીએફસીના શેરમાં જબરદસ્ત ઉછાળાને કારણે સેન્સેક્સ 1200 પોઈન્ટના વધારા સાથે બંધ થયો. વાસ્તવમાં અમેરિકામાં ઓક્ટોબર મહિનાના ફુગાવાના આંકડામાં ગુરુવારે ઘટાડો આવ્યો છે. જે બાદ વિશ્વભરના બજારોમાં હલચલ જોવા મળી હતી.  જેના કારણે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી અને આજના કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1181 પોઈન્ટ વધીને 61,795 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 321 પોઈન્ટના ઉછાળા સાથે 18,349 પર બંધ થયો હતો.






શેરબજારમાં ઓટો, એફએમસીજી સેક્ટર સિવાય અન્ય તમામ સેક્ટરના શેરમાં તેજી રહી હતી. બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, એનર્જી, મીડિયા અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધારો થયો હતો. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેર્સ પણ જોરદાર બંધ રહ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 35 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 15 શેરો ઘટ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરના ભાવ વધ્યા હતા અને 7 શેર્સ ડાઉન હતા.






તેજી હોય તેવા શેર્સ


એચડીએફસી 5.84 ટકા, એચડીએફસી બેન્ક 5.62 ટકા, ઇન્ફોસીસ 4.51 ટકા, ટેક મહિન્દ્રા 3.64 ટકા, એચસીએલ ટેક 3.56 ટકા, ટીસીએસ 3.43 ટકા, વિપ્રો 2.80 ટકા, ટાટા સ્ટીલ 2.72 ટકા, રિલાયન્સ 2.21 ટકા તેજી સાથે બંધ થયા હતા.


જે શેરમાં ઘટાડો જોવા મળ્યો તેવા શેર


આજના ટ્રેડિંગ સેશનમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.83 ટકા, SBI 0.76 ટકા, કોટક મહિન્દ્રા 0.73 ટકા, ICICI બેન્ક 0.42 ટકા, NTPC 0.38 ટકા, પાવર ગ્રીડ 0.28 ટકા, HUL 0.23 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.