Stock Market Closing On 5th May 2023: સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. બેન્કિંગ શેરોમાં વેચવાલી અને માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટના ઘટાડા સાથે 61,054 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 187 પોઈન્ટના ઘટાડા સાથે 18,069 પોઈન્ટ પર બંધ થયો હતો.
ટોપ ગેઈનર્સ
ટોપ લુઝર્સ
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્ક નિફ્ટી 2.34 ટકા અથવા 1025 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. બેન્ક નિફ્ટીના કારણે બજારમાં આ વેચવાલી જોવા મળી રહી છે. આ સિવાય આઈટી, ફાર્મા, મેટલ્સ, મીડિયા, એનર્જી, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરમાં તેજી જોવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સના 30 શૅર્સમાંથી 10 શૅર વધારા સાથે બંધ થયા છે જ્યારે 20 શૅર્સ ઘટાડા સાથે બંધ થયા છે જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાં 20 શૅર્સ વધારા સાથે બંધ થયા છે અને 30 શૅર્સ ઘટાડા સાથે બંધ થયા છે.
ઉતાર ચઢાવ વાળા શે
આજના કારોબારમાં ટાઇટન 2.46 ટકા, મારુતિ સુઝુકી 1.43 ટકા, નેસ્લે 1.36 ટકા, ITC 1.02 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.98 ટકાના વધારા સાથે બંધ થયા હતા. બીજી તરફ, HDFC બેન્ક 5.90 ટકા, HDFC 5.63 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ફેરફાર ટકાવારીમાં |
BSE MidCap | 25,851.86 | 26,045.62 | 25,825.30 | -0.50% |
BSE Sensex | 61,054.29 | 61,585.50 | 61,002.17 | -1.13% |
BSE SmallCap | 29,283.87 | 29,506.86 | 29,250.28 | -0.39% |
India VIX | 12.30 | 12.38 | 11.53 | 4.79% |
NIFTY Midcap 100 | 32,148.85 | 32,455.25 | 32,110.50 | -0.70% |
NIFTY Smallcap 100 | 9,729.75 | 9,833.10 | 9,717.80 | -0.82% |
NIfty smallcap 50 | 4,439.55 | 4,487.10 | 4,427.55 | -0.87% |
Nifty 100 | 17,939.25 | 18,076.70 | 17,925.55 | -0.89% |
Nifty 200 | 9,434.05 | 9,506.90 | 9,426.40 | -0.86% |
Nifty 50 | 18,069.00 | 18,216.95 | 18,055.45 | -1.02% |
રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
આજના કારોબારમાં શેરબજારમાં આવેલા ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 273.76 લાખ કરોડ છે, જે ગુરુવારે રૂ. 275.16 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.40 લાખ કરોડનો ઘટાડો થયો છે.
કેવી રીતે ખુલ્યું હતું બજાર