Stock Market Closing: ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો. આજે શેરબજાર 417.92 અંકના ઉછાળા સાથે 60,260.13 પોઇન્ટ પર બંધ રહ્યો છે. નિફ્ટી 119 પોઇન્ટ વધીને 17,944.25 પર બંધ રહી. રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં લાખો રૂપિયાનો વધારો થયો છે.
સેક્ટરની સ્થિતિ
બજારમાં તમામ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી છે.આઇટી, ફાર્મા, એફએમસીજી, ઓટો, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ જેવા સેક્ટર સિવાય બેન્કિંગ મીડિયા સેક્ટરમાં પણ ખરીદી જોવા મળી હતી. મિડકેપ સ્મોલ કેપ શેર પણ ઉછાળા સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 34 શેર લીલા નિશાનમાં અને 16 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર લીલા નિશાનમાં અને 7 લાલ નિશાનમાં બંધ થયા છે.
Top 5 Gainers
RTNINDIA 20 ટકાના વધારા સાથે 51.30 રૂપિયા, FORBESCO 19.68 ટકાના વધારા સાથે 689.55 રૂપિયા, NAVA 17.58 ટકાના વધારા સાથે 264.45 રૂપિયા, FORCEMOT 13.42 ટકાના વધારા સાથે 1256 રૂપિયા અને HIKAL 9.41 ટકાના વધારા સાથે 322.20 રૂપિયા પર બંધ થયા.
Top 5 Losers
શેરબજારમાં તેજી હોવા છતાં BAJAJHIND 12.12 ટકાના ઘટાડા સાતે 8.92 રૂપિયા, SONACOMS 5.45 ટકાના ઘટાડા સાથે 539.10 રૂપિયા, UTIAMC 4.66 ટકા નબળાઈ સાથે 821.60 રૂપિયા, AEGISLOG 4.18 ટકા ઘટાડા સાથે 259 રૂપિયા અને CHALET 3.93 ટકા ઘટાડા સાથે 14.10 રૂપિયા પર બંધ થયા.