Stock Market Closing, 10th February, 2023: સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઘટડા સાથે બંધ થયું હતું. બીએસઈનો સેન્સેક્સ 123.52 પોઈન્ટના ઘટડા સાથે 60,682.70 પર બંધ રહ્યો છે જ્યારે નિફ્ટી 39.95 પોઈન્ટના ઘટાડા સાથે 17856.50 પર બંધ રહ્યો છે. મેટલ અને આઈટી શેર બજારના ઘટાડામાં સૌથી આગળ રહ્યા. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર લગભગ 4% અને HCL TECHનો શેર 2.6% ઘટીને બંધ થયો. જ્યારે ટાટા મોટર્સ અને યુપીએલના શેર 1.5% વધ્યા હતા.
બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ નબળા વૈશ્વિક સંકેતો હતા, જેમાં યુએસ વાયદા બજારોની નરમાઈનો સમાવેશ થતો હતો. આ સિવાય RIL, TCS, ITC, HCL TECH જેવા હેવીવેઈટ શેરોમાં વેચવાલીથી પણ બજાર નીચે આવ્યું. BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર, 3609 શેરોમાં ટ્રેડિંગ થયું હતું, જેમાંથી 1585 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. જ્યારે 156 શેરમાં લોઅર સર્કિટ લાગી. એક્સચેન્જમાં લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ રૂ. 268.12 લાખ કરોડનું થઈ ગયું છે.
ટોપ ગ્રેઈન
ટોપ લૂઝર્સ
સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ હતી
વૈશ્વિક નબળા સંકેતોની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. આજે સપ્તાહના અંતિમ સેશનમાં ભારતીય સ્ટોક માર્કેટમાં સવારે સુસ્ત શરૂઆત જોવા મળી રહી છે. આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60806.22ની સામે 99.41 પોઈન્ટ ઘટીને 60706.81 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17893.45ની સામે 45.90 પોઈન્ટ ઘટીને 17847.55 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41554.3ની સામે 101.90 પોઈન્ટ ઘટીને 41452.4 પર ખુલ્યો હતો.
ખુલતાં જ 9-16 કલાકે સેન્સેક્સ 95.02 પોઈન્ટ અથવા 0.16% ઘટીને 60711.20 પર અને નિફ્ટી 44.20 પોઈન્ટ અથવા 0.25% ઘટીને 17849.30 પર હતો. લગભગ 1128 શેર વધ્યા છે, 846 શેર ઘટ્યા છે અને 110 શેર યથાવત છે. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, યુપીએલ, એમએન્ડએમ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટીમાં મુખ્ય વધનારા હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસિસ સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.
પંજાબ નેશનલ બેંકનું નવું RLLR
રિઝર્વ બેંકના રેપો રેટ (RBI Repo Rate Hike)માં વધારા બાદ દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે PNBએ તેના રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારા બાદ RLLR 9 ટકાથી વધીને 9.25 ટકા થઈ ગયો છે. આવી સ્થિતિમાં, આ રેપો લિંક્ડ લેન્ડિંગ રેટમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. આ નવા દર 9 ફેબ્રુઆરી, 2023થી અમલમાં આવ્યા છે. આ વધારા બાદ ગ્રાહકો પર હોમ લોન, કાર લોન, બિઝનેસ લોન, પર્સનલ લોન વગેરેના વ્યાજદરમાં વધારો થશે. આ કારણે ગ્રાહકોને હવે વધુ EMI ચૂકવવી પડશે.