Stock Market Opening on 22nd Feb 2022: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ અમંગળ સાબિત થયો છે. રશિયા અને યુક્રેનના તણાવને કારણે શેરબજારો ભારે ઘટાડા સાથે ખુલ્યા છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 57000 ની નીચે ખૂલ્યો છે અને નિફ્ટી 17000 ની નીચે આવી ગયો છે. સેન્સેક્સ ખુલતાની સાથે જ 1200થી વધુ પોઈન્ટ ઘટીને 56,436 અને નિફ્ટી 360 પોઈન્ટ ઘટીને 16,847 પોઈન્ટ પર ખુલ્યા હતા. હાલમાં સેન્સેક્સ 980 પોઈન્ટના ઘટાડા સાથે 56,696 પર અને નિફ્ટી 278 પોઈન્ટના ઘટાડા સાથે 16,928 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.


શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ એક હજાર પોઈન્ટ ઘટીને 56,727 પર પહોંચી ગયો છે. આના કારણે રોકાણકારોને પહેલી જ મિનિટમાં 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


શેરબજારમાં સુનામીથી કોઈ સેક્ટર ટકી શક્યું નથી. તમામ ક્ષેત્રોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપમાં મોટો કડાકો છે. સેન્સેક્સના 30માંથી તમામ 30 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ડૉ. રેડ્ડીના શેરમાં સૌથી મોટો ઘટાડો, જે 2.09 ટકાના ઘટાડા સાથે 4173 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે.


મંગળવારના આ ટ્રેન્ડિંગ સેશનમાં ઓઈલ એન્ડ ગેસ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આઈટી, મીડિયા, એનર્જી, બેન્કિંગથી લઈને ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ફાર્મા, મેટલ્સ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.


શેરોમાં ઘટાડો


ડૉ. રેડ્ડીના શેર ઉપરાંત મારુતિ સુઝુકી 1.14 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.30 ટકા, એચડીએફસી બેન્ક 1.49 ટકા, બજાજ ફિનસર્વ 2.18 ટકા, બજાજ ફાઇનાન્સ 1.81 ટકા, રિલાયન્સ 1.17 ટકા, એશિયન પેન્ટ 1.15 ટકા, એશિયન પેન્ટ 12 ટકા. ટકા, વિપ્રો 1.43 ટકા, ભારતી એરટેલ 1.41 ટકા અલ્ટ્રાટેક સિમેન્ટ 1.51 ટકા, ટેક મહિન્દ્રા 2.39 ટકા, લાર્સન 2.69 ટકા, કોટક મહિન્દ્રા 1.37 ટકા, SBI 1.83 ટકા ડાઉન.