Stock Market LIVE Updates: શેરબજારમાં શાનદાર શરૂઆત, નિફ્ટી 17800 તો સેન્સેક્સ 59,900ની ઉપર
આજની શાનદાર તેજીમાં, BSE સેન્સેક્સ 59,764 થી શરૂ થયો હતો અને બજાર ખુલતાની સાથે જ તે 59900 ને પાર કરી ગયો હતો.
આજના કારોબારમાં ફાયનાન્સિયલ કંપનીના શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. નિફ્ટી પર નાણાકીય સૂચકાંક 4 ટકા અથવા 710 પોઈન્ટ મજબૂત થયો છે. HDFC લિમિટેડ 8.5 ટકા ઉપર છે. HDFCLIFE 4.38 ટકા, HDFCAMC 3.42 ટકા, RECLTD 3.30 ટકા, PFC 2.6 ટકા અને BAJFINANCE 0.82 ટકા વધ્યા હતા.
HDFC અને HDFC બેંકના મર્જરના સમાચાર બાદ HDFC અને HDFC બેંકના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જો HDFC બેન્કનો શેર 10 ટકાથી વધુ મજબૂત થયો છે, તો HDFCમાં પણ લગભગ 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. બંને શેરો સેન્સેક્સ 30 ના ટોપ ગેઇનર્સ તરીકે જોવામાં આવે છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના 3 એપ્રિલના રોજ જાહેર કરાયેલ સર્વે મુજબ, 2022-23માં ભારતનો વાર્ષિક સરેરાશ GDP વૃદ્ધિ દર 7.6 ટકા રહેવાનો અંદાજ છે. ઇકોનોમિક આઉટલુક સર્વેએ લઘુત્તમ 6 ટકા અને મહત્તમ 7.8 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર 3.3 ટકાની આસપાસ રહી શકે છે. જ્યારે આ જ સમયગાળામાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર અનુક્રમે 5.9 ટકા અને 8.5 ટકા રહી શકે છે.
FICCIના આ સર્વે અનુસાર, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને કોવિડ-19 રોગચાળાએ જોખમ ઊભું કર્યું છે અને વૈશ્વિક રિકવરી સામે સૌથી મોટો પડકાર છે. આ સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોમોડિટીના ભાવમાં વધારાને કારણે વર્તમાન સંકટ વધુ વકરી શકે છે. અને 2021-22 ના ચોથા ક્વાર્ટરમાં, ઇન્ડેક્સ આધારિત ફુગાવો 12.6 ટકાની આસપાસ રહી શકે છે. આ સર્વેમાં દેશના તમામ મોટા અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગ જગતના નેતાઓ, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે.
HDFC અને HDFC બેંકનું મર્જર: HDFC અને HDFC બેંકનું મર્જર માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતની ત્રીજી સૌથી મોટી કંપની બનવાનો અંદાજ છે. એક એક્સચેન્જ ફાઇલિંગમાં, HDFC એ જાહેરાત કરી હતી કે કંપની તેની પેટાકંપનીઓ HDFC હોલ્ડિંગ્સ અને HDFC ઇન્વેસ્ટમેન્ટ્સના એકીકરણ પછી HDFC બેન્ક સાથે મર્જ કરશે.
1 એપ્રિલ સુધીના માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે, મર્જ થયેલી એન્ટિટીનું બજાર મૂલ્ય આશરે રૂ. 12.8 લાખ કરોડ હશે. HDFCએ જણાવ્યું હતું કે તે નવી એન્ટિટીમાં 41 ટકા હિસ્સો ધરાવશે. આ જાહેરાત પછી HDFC બેન્કનો શેર લગભગ 9 ટકા અને HDFCનો શેર 10 ટકા વધ્યો હતો. સવારે 11 વાગ્યે HDFC બેન્કનો શેર 11 ટકા અને HDFCનો શેર 13 ટકાની મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
HDFC અને HDFC બેંકે પરિવર્તનશીલ મર્જરની જાહેરાત કરી છે. આ ડીલ હેઠળ HDFC પાસે HDFC બેંકમાં 41% હિસ્સો હશે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) એ સોમવારે જણાવ્યું હતું કે આજે મળેલી બોર્ડ મીટિંગમાં HDFCને HDFC બેન્ક સાથે મર્જર કરવાની મંજૂરી આપવામાં આવી છે. કંપનીના શેરધારકો અને લેણદારો (દેવાદારો) પણ આ મર્જરમાં સામેલ થશે. HDFC લિમિટેડ અને HDFC બેન્કનો શેર એક્સચેન્જ રેશિયો આવો જ રહેશે. HDFC બેન્કના રૂ.2ની ફેસ વેલ્યુ સાથેના 25 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર માટે, HDFC બેન્ક પાસે રૂ.1ની ફેસ વેલ્યુની 42 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી હશે.
બ્રેકગ્રાઉન્ડ
Stock Market Opening Today 4 April 2022: શેરબજારમાં જોરદાર તેજી છે અને સેન્સેક્સે આજે શરૂઆતમાં જ 59900 ના સ્તરને પાર કરી ગયો છે. તે જ સમયે, નિફ્ટીમાં 17900 સુધીની સપાટી જોવા મળી છે. નિફ્ટીની શરૂઆત 19809ના સ્તરે થઈ છે.
કેવી રીતે ખુલ્યુ બજાર
આજની શાનદાર તેજીમાં, BSE સેન્સેક્સ 59,764 થી શરૂ થયો હતો અને બજાર ખુલતાની સાથે જ તે 59900 ને પાર કરી ગયો હતો. બીજી તરફ, નિફ્ટી વધ્યા બાદ 17,809 પર શરૂ થયો હતો. શરૂઆતના કારોબારમાં નિફ્ટીએ 17900ની સપાટી વટાવી હતી પરંતુ પછી તેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.
માર્કેટ ઓપન થયાના અડધા કલાકમાં સેન્સેક્સ 60,000ને પાર કરી ગયો
BSE સેન્સેક્સ સવારે 9.34 વાગ્યે 1,013.88 પોઈન્ટ અથવા 1.71 ટકાના વધારા સાથે 60,290.57 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ, NSE સેન્સેક્સ 265.40 પોઈન્ટ અથવા 1.50 ટકાના ઉછાળા સાથે 17,935.85 પર ટ્રેડ કરી રહ્યો છે.
HDFC અને HDFC બેંકનું મર્જર
આજે બજાર ખુલતા પહેલા સમાચાર આવ્યા હતા કે HDFC અને HDFC બેંકનું મર્જર થઈ રહ્યું છે. HDFC શેરધારકોને HDFC બેંકના 42 શેર મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -