Stock Market LIVE Updates: તેજીમાં ખુલ્યા બાદ પ્રોફિટ બુકિંગના કારણે શેરબજાર ગબડ્યું

આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 43 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 7 શેરો જ ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે.

gujarati.abplive.com Last Updated: 05 Apr 2022 02:11 PM
સેન્સેક્સમાં વધનારા ઘટનારા શેર


વિપ્રોનો શેર 1 ટકા તૂટ્યો

આજે BSE પર વિપ્રોના શેર લગભગ 1% ઘટીને રૂ. 600 થઈ ગયા છે. વિપ્રોના વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 6 એપ્રિલ છે. આઈટી કંપની વિપ્રોએ નાણાકીય વર્ષ 2021-2022 માટે પ્રતિ શેર 5 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. બપોરે 1.30 વાગ્યે, વિપ્રોના શેર 0.66% ઘટીને રૂ. 601.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 

બજાજ ફાઇનાન્સ પર બ્રોકરેજનો મત

બ્રોકરેજ હાઉસ CLSA એ બજાજ ફાઇનાન્સ પર સેલ રેટિંગ આપ્યું છે અને સ્ટોક માટે રૂ. 6500નો ટાર્ગેટ રાખ્યો છે. રિપોર્ટ અનુસાર, ડિપોઝિટ બુક ત્રિમાસિક ધોરણે ફ્લેટ રહી છે, જ્યારે લિક્વિડિટીમાં ઘટાડો થયો છે. જ્યારે મોર્ગન સ્ટેનલીએ બજાજ ફાઇનાન્સ પર ઓવરવેઇટ રેટિંગ આપ્યું છે અને સ્ટોક માટે રૂ. 8750નો ટાર્ગેટ રાખ્યો છે. સિટીએ બજાજ ફાઇનાન્સ પર બાય રેટિંગ પણ આપ્યું છે અને શેર દીઠ રૂ. 8000નો શેર લક્ષ્યાંક રાખ્યો છે.

ઝોમેટોના શેરમાં ઘટાડો

Zomatoના શેરમાં આજના કારોબારમાં નબળાઈ જોવા મળી છે. તે ઈન્ટ્રાડેમાં 2 ટકા ઘટ્યો હતો. CCIના રડાર પર Zomato સહિત દેશમાં 2 ટોચની ફૂડ ડિલિવરી એપ છે. CCIએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. એપ-આધારિત કંપની પર પેમેન્ટ સાયકલમાં વિલંબ કરવા, નિયમોનો એકપક્ષીય અમલ કરવા અને અતિશય કમિશન વસૂલવા જેવી અયોગ્ય વ્યવસાય પદ્ધતિઓ અપનાવવાનો આરોપ છે.

સેન્સેક્સ

BSE સેન્સેક્સ પેકમાં, 30 ઇન્ડેક્સ શેરોમાંથી 16 શરૂઆતના સોદામાં તેજીમાં હતા જેમાં M&M શ્રેષ્ઠ પર્ફોર્મર હતો. એનટીપીસી, પાવરગ્રીડ, સન ફાર્મા, મારુતિ સુઝુકી અને ટીસીએસ ટોપ ગેઇનર હતા. બીજી તરફ, બજાજ ફાઇનાન્સ, HDFC, HDFC બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક બેન્ક અને SBIમાં ઘટાડો જોવા મળ્યો છે. 

સેન્સેક્સમાં વધનારા-ઘટનારા શેર


બ્રેકગ્રાઉન્ડ

Stock Market LIVE Updates: સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે પણ ભારતીય શેરબજારમાં તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. અમેરિકી શેરબજાર તેજી સાથે બંધ થવાથી અને એશિયન શેરબજારોમાં ઉછાળાને કારણે ભારતીય શેરબજારમાં તેજી સાથે ખુલ્યા હતા. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 60,786 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 પોઈન્ટ વધીને 18080 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું.


નિફ્ટીમાં શું સ્થિતિ


આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 43 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 7 શેરો જ ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર લીલા નિશાનમાં અને 4 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીની વાત કરીએ તો 96 પોઈન્ટના ઉછાળા સાથે તે 38,731 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.